- Advertisement -
અમદાવાદ: બાપુનગર વિસ્તારના હિરાવાડી પાસે ભાવનગર પોલીસની જીપે 3 રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બાપુનગર પોલીસ અને જી ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક રાજુભાઈ છારા હોવાનું જાણવા મળ્યું છે.