Wednesday, September 22, 2021
Homeએક્સિડન્ટ : હાઈ-વે પર સ્પીડમાં ઓવરટેક કરતાં ટ્રેલર સાથે અથડાઈ બોલેરો
Array

એક્સિડન્ટ : હાઈ-વે પર સ્પીડમાં ઓવરટેક કરતાં ટ્રેલર સાથે અથડાઈ બોલેરો

રાજસ્થાનનાં જોધપુર-જયપુર હાઇવે પર રવિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માતમાં 6 યુવકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. દરેક મૃતકો અજમેર નજીકનાં બ્યાવરનાં રહેવાસી હતા. બ્યાવરની તરફ જઇ રહેલી બોલેરો કાર ડાંગિયાવાસ ગામ પાસે ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રેલરથી ગંભીર રીતે અથડાઇ હતી, ખુબજ વઘારે ઝડપ હોવાનાં લીધે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્રણ યુવાનોનાં મૃત્યુ ઘટના સ્થળેજ નીપજ્યા હતાં. ઘટના એટલી ભયાનક હતી કે 2 યુવાકોનાં માથા ઘડથી અલગ થઇ ગયા હતા. 2 યુવકોની રાત્રે હોસ્પિટલ લઇ જતા સમયે અને એક યુવકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

ડાંગિયાવાસ પોલીસના જણાવ્યા મુજબ, ડાંગિયાવાસ હાઇવે પર 17 માઇલ નજીક ટ્રેલર અને બોલેરો રાત્રે 11:45 વાગ્યે ટકરાઈ હતી. જે સ્થળે અકસ્માત થયો છે, ત્યાં રસ્તાનું નિર્માણકાર્ય હાલ ચાલુ છે. તેનાં કારણે એક તરફ ટ્રાફિક બંધ હતો. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો હતો. બોલેરોમાં મુસાફરી કરી રહેલા સાત યુવકો અંદરજ ફસાઇ ગયા હતા. અકસ્માત થતાં ટ્રેલરનો ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો.

દુર્ઘટના પછી ત્યાથી પસાર થઇ રહેલા વાહન ચાલકોએ ગાડીઓ રોકીને રાહત કાર્ય શરૂ કરી પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. થોડી જ વારમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. બોલેરોમાં ફસાયેલ યુવકોને બહાર લાવવા ભારે મહેનત કરવી પડી. ધાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલંસ પણ મોડી પહોંચી તેનાં લીધે નજીકનાં વાહનો દ્વારા ઘાયલોને હોસ્પીટલ ખસેડાયા. રસ્તામાં જ 2 યુવકોની મોત થઇ. આજે હોસ્પીટલમાં સારવાર દરમિ્યાન એક યુવકનું મોત નિપજ્યુ હતું.

પોલીસના જણાવ્યા મુજબ બ્યાવર પોલીસ સ્ટેશન વિસ્તારના લોન્દરી માલગાંવના રહેવાસી 7 લોકો બોલેરોમાં હતા. જેમાં સુમેરસિંહ (21) રાવતરામ (20), મનોહર (21), જીતેન્દ્ર ઉર્ફે ચીકુ (21), રાજેશ (22) અને સિકંદરસિંહ સાવરનું મોત નીપજ્યું હતું. જ્યારે ચંદનસિંહ (23) ની સારવાર ચાલી રહી છે.

અતિઝડપનાં કારણે બની ઘટના
આ વિસ્તારમાં હાઈવે પર અનેક સ્થળોએ કામ પૂર્ણ થયા પછી પણ એક બાજુ 8-10 કિ.મી. સુધી હજી એક સાઇડનો રસ્તો ખોલનામાં આવ્યો નથી, તેના કારણે વધુ અકસ્માતો બની રહ્યા છે. ગઈકાલે રાત્રે અકસ્માતસ્થળે વન-વે ટ્રાફિક દોડી રહ્યો હતો. આવી સ્થિતિમાં બોલેરો ડ્રાઇવરે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે ટ્રેલરને સામેથી આવતા જોઈ શક્યો નહીં અને તે અતિઝડપથી ટ્રેલર સાથે અથડાયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments