અકસ્માત : રેલવે ફાટક પાસે ટ્રેલર ઓવરલોડના કારણે તૂટી જતા ડ્રાઈવર કેબિન જમીનથી ઊંચી થઈ

0
0

ભચાઉથી ભૂજ વાયા દુધઈ માર્ગ વાહન વ્યવહાર સતતથી સતત વ્યસ્ત રહેતો હોય છે. એવા માર્ગે ભચાઉ અને ભુજોડી નજીકના રેલવે ઓવરબ્રિજનું કાર્ય વર્ષોથી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન રહે છે. તેમાં અધૂરું હોય તેમ ભચાઉ નજીકના આ ઓવરબ્રિજ રેલવે ફાટક પાસે દુધઈ તરફ જતું એક મોટું ટ્રેલર ઓવરલોડના કારણે તૂટી પડયુ હતું.

ફાટક પસાર કર્યા બાદ તુરંત વચ્ચેથી બટકી ગયેલા ધરખમ ટ્રેલરની ડ્રાઈવર કેબીન હવામાં 6 ફૂટ અધ્ધર થઈ ગઈ હતી. યોગ મુદ્રામાં અટકી પડેલા મહાકાય વાહનના કારણે અન્ય વાહનોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના પરોઢના ત્રણ વાગ્યે બની હોવા છતાં મંગળવાર બપોર સુધી તંત્ર દ્વારા આ વાહન દૂર કરવામાં આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here