હળવદ માળીયા હાઇવે પર વેગડ સાઉન્ડ ની કાર પલટી ખાઈ જતા અકસ્માત.. એક ઘાયલ

0
0
હળવદ : માળીયા હાઇવે પર આવેલ રણજીતગઢ અને કેદારીયાની વચ્ચે આજે બપોરના અરસામાં યુટીલીટી અને મહિન્દ્રા પીકઅપ વાહનને અકસ્માત નડયો હતો જેમાં બન્ને વાહનો સામ સામે અથડાતા મહિન્દ્રા પીકઅપ પલટી મારી ગઇ હતી. જયારે યુટીલીટીમાં સવાર ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદ બાદ ધ્રાગધા ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ – માળીયા ધોરીમાર્ગ પર આજે બપોરના એક વાગ્યાના સુમારે કેદારીયા અને રણજીતગઢ પાસે આવેલ હોટલ શિવ નજીક મહિન્દ્રા પીકઅપ અને સાઉન્ડ સીસ્ટમ લઈ જતી યુટીલીટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને વાહન સામસામે અથડાતા મહિન્દ્રા પીકઅપ પલટી મારી ગઇ હતી. જયારે યુટીલીટીમાં સવાર કચ્છ જિલ્લાના અંજારના હેમાંગભાઇ કિરણભાઇ વેગડ (ઉ.વ.ર૮)ને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ધ્રાગધા રીફર કરવામાં આવ્યા હતા. હળવદ – માળીયા સ્ટેટ હાઇવે પર સર્જાયેલ અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બાદ પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરાયો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here