ભરૂચ : નેત્રંગના કંબોડીયા પાસે અકસ્માત, કારમાં સવાર 4 લોકોના મોત

0
0

ભરૂચના નેત્રંગના કંબોડીયા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. નેત્રંગ રોડ પર એક કાર વૃક્ષ સાથે ટકરાતા ત્રણ મહિલાઓ સહીત 4ના મોત નિપજ્યા હતા. કારમાં આઠ લોકો સવાર હતા. કાર વૃક્ષ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી આ ગોઝારા અકસ્મતામાં 4 લોકોના મોત થયા હતા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે.

કાર ચાલક વાહન ઉપરથી કાબૂ ગુમાવતા પુરપાટ ઝડપે દોડતી કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. કારના ચાલક ગણેશ વસાવાએ બેફામ કાર હંકારતા કંબોડિયા ગામ નજીક વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી, અકસ્માત એટલો જબરદસ્ત હતો જે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિકોએ કાટમાળમાંથી પતરા ચીરી કારમાં સવાર 8 લોકોને બહાર કાઢયા હતા. અકસ્માતમાં 3 મહિલાઓ સહીત 4ની હાલત ગંભીર હતી.

ઈજાગસ્તોને હોસ્પિટલ ખસેડવા 108 મદદે બોલાવાઈ હતી. તબીબની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ચાર લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ચાલક સહીત અન્ય 4ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here