અમદાવાદના નહેરૂનગરથી શિવરંજની જવાના રોડ પર અકસ્માતની ઘટના બની છે. એક કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલિંગ તોડીને BRTS રૂટમાં ઘુસી ગઈ. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના નહેરૂનગરથી શિવરંજની જવાના રોડ પર અકસ્માતની ઘટના બની છે. એક કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલિંગ તોડીને BRTS રૂટમાં ઘુસી ગઈ. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે અકસ્માતના કારણે કાર લોક થઈ જતા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. જેમા ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેસેલા વ્યક્તિના પગમાં રેલિંગનો સળિયો ઘુસી ગયો હતો. જેના કારણે તેમને બહાર કાઢવા ભારે જહેમત કરવી પડી હતી. રેલિંગનો સળિયો કાપીને તેમને બહાર કાઢીને સારવાર માટે ખસેડાયા હતા.