અકસ્માત : અંકલેશ્વર નેશનલ હાઇવે પર આગળ ચાલતી ટ્રક સાથે ખાનગી લક્ઝરી બસ ભટકાઇ

0
5

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલા બાકરોલ બ્રિજ નજીક આગળ ચાલતી ટ્રક સાથે ખાનગી લક્ઝરી બસ ભટકાઇ હતી. જેમાં બસના કંડક્ટરને ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.

વાપીની લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતો પ્રમોદ બંસી ડુંગરે ટ્રક નંબર-જી.જે.15.ટી.5962 લઈ દહેજની જી.એસ.એલ.કંપનીમાંથી ક્લોરીન ગેસના સિલિન્ડર ભરી અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલા બાકરોલ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ઘસી આવેલી લક્ઝરી બસ નંબર-.આર.જે.03.પી.એ.7221ના ચાલકે પાછળથી ટ્રકમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બસમાં બેઠેલા કંડક્ટર કલ્પેશભાઈ બારિયાને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. જ્યારે બસમાં સવાર બે મુસાફરોને ઇજાઓ પહોંચતા તેઓને 108ની સેવાથી સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here