દુર્ઘટના : એસટી બસ ચાલક પૂરઝડપે ચલાવીને ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો

0
0

હળવદ-ધ્રાંગધ્રા હાઈવે રોડ પર સોમવારે કવાડિયા ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો. જેમાં એસટી બસ ચાલક પૂરઝડપે ચલાવીને ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતાં ટ્રેક્ટરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં ટ્રેક્ટર ચાલકને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી.

ધ્રાંગધ્રા તરફથી આવતી હળવદ તરફ જતી એસટી બસ દાહોદ મુન્દ્રા પોર્ટ એસટી કવાડિયા નજીક પહોંચી ત્યારે ધ્રાંગધ્રાથી હળવદ તરફ જતું ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતા ટ્રેક્ટર રોડની નીચે ઉતરી ગયું હતું. આ બનાવમાં ટ્રેકટર ચાલક હળવદના બ્રિજેશભાઈ ખીમજીભાઈ પટેલને હાથમાં ફ્રેકચર થતાં સારવાર માટે. હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી ન હતી. આ અકસ્માન હળવદ પોલીસ સ્ટેશનમાં દાહોદ મુન્દ્રા પોર્ટની એસટી બસના ચાલક રમણભાઈ નાનજીભાઈ ડામોર સામે ‌ઈજાગ્રત બ્રિજેશભાઈ પટેલે ફરિયાદ દાખલ કરાવી હતી.આથી બીટ જમાદાર કિશોરભાઈ પારધી,રાઇટર લલિતભાઈ દલવાડી સહિતના ઘટનાસ્થળે દોડી ને વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here