Monday, September 20, 2021
Homeઅકસ્માત : વાલિયા-નેત્રંગ માર્ગ પર આવેલા ચંદેરીયા ગામ પાસે ટેમ્પો પલટી જતા...
Array

અકસ્માત : વાલિયા-નેત્રંગ માર્ગ પર આવેલા ચંદેરીયા ગામ પાસે ટેમ્પો પલટી જતા અકસ્માત

ભરુચ જિલ્લાના ઓલપાડ તાલુકાના શરત ગામના શ્રદ્ધાળુઓનો ટેમ્પો વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ પાસે પલટી ખાઈ જતા અગ્યાર શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજા પહોંચી હતી. જ્યારે બે શ્રદ્ધાળુઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઓલપાડ તાલુકાના શરત ગામના શ્રદ્ધાળુઓ ટેમ્પો (નં GJ-05-BX-9528)નો ચાલક શ્રદ્ધાળુઓને લઈ યાત્રાધામ દેવ મોગરા ખાતે જઇ રહ્યો હતો. તે દરમિયાન વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ નજીક ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર 11 શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે બે શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક 108ની સેવાની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments