Wednesday, October 20, 2021
Homeગાંધીનગર અકસ્માત : બે બાઇક સામ સામે અથડાતા બે યુવાનોનાં કરૂણ મોત

અકસ્માત : બે બાઇક સામ સામે અથડાતા બે યુવાનોનાં કરૂણ મોત

 

કલોલ તાલુકાના ખાત્રજથી મોટીભોંયણ વચ્ચે ગઈકાલે રાત્રે બે બાઇક સામ સામે ધડાકાભેર અથડાતા બંને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં બન્ને બાઈક પૈકી એક બાઈક પર ત્રણ યુવાનો નવરાત્રિનાં ગરબા જોવા માટે જતા હતા ત્યારે સામેથી એક બાઈક પૂરપાટ ઝડપે સામેથી ધડાકાભેર અથડાયા બાદ બન્ને યુવાનોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જેઠ લજ ગામ ગરબાવાસ રહેતા અને મજુરી કામ કરતાં ઈશ્વરજી ગલાબજી ઠાકોરનાં ત્રણ સંતાનો પૈકી 20 વર્ષીય દીકરો દિપકજી આઠ માસથી સાંતેજની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

ગઈકાલે રાત્રે તેમના બે દિકરા કુંદનજી અને દિપકજી તેમજ મૂકેશજી મણાજીનો દીકરો જયેશ પલસાણા ગરબા જોવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. તે સમયે બાઈક દિપકજી ચલાવતો હતો અને પાછળ કુંદનજી અને જયેશ બેઠા હતા. ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં ત્રણેય જણા બાઈક પર ખાત્રજ થી મોટીભોંયણ રોડ પરથી પલસાણા તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી એક બાઈક ચાલક પૂરપાટ ઝડપે સામેથી આવી રહ્યો હતો. અને ધડાકાભેર સામેથી બાઈકને અથડાવી દીધું હતું.

બન્ને બાઈક સામસામે અથડાતા બાઈક સવાર ચારેય જણા રોડની સાઈડમાં પટકાયા હતા. આ અકસ્માતની જાણ થતાં ઈશ્વરજી ગરબાવાસના માણસો સાથે અકસ્માત સ્થળે દોડી ગયા હતાં. જ્યાં જઈને તેમણે જોયેલું જે રોડની સાઈડમાં ચારેય યુવાનો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. અને દીપકજી તેમજ સામે વાળા બાઈક સવારને વધુ ઈજાઓ થવાથી લોહી વહી રહ્યું હતું.

બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય યુવાનોને કલોલ હોસ્પિટલ તેમજ અજાણ્યા બાઇક ચાલકને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ કર્યા પછી દિપકજી અને અજાણ્યા બાઇક ચાલકને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં અજાણ્યા બાઇક ચાલકના પરીજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમની પૂછતાંછમાં અજાણ્યા બાઇક ચાલકનું નામ રામમિલન બાબાદિન કોરી (રહે. ખાત્રજ, મૂળ ઉત્તર પ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. જે નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યો હતો. એ વખતે તેણે સામેથી બાઈકને ટક્કર મારતાં બન્નેએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કુંદનજી અને જયેશ ને શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments