Sunday, February 16, 2025
Homeઅકસ્માત : બગોદરા-મેમર રોડ પર ટ્રેલર-બાઈકની ટક્કરમાં બે યુવોનાના મોત, મિત્રની બર્થડે...
Array

અકસ્માત : બગોદરા-મેમર રોડ પર ટ્રેલર-બાઈકની ટક્કરમાં બે યુવોનાના મોત, મિત્રની બર્થડે પાર્ટીમાં જતા હતા

- Advertisement -

બાવળા: મેમર ગામનાં બે યુવાનો રાત્રે બાઇક લઇને મિત્રનો જન્મદિવસ હોવાથી બગોદરા હોટલમાં જમવા માટે નીકવ્યા હતાં. ગામમાંથી થોડે દૂર પહોંચતાં જ બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં બંન્ને યુવાનોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને લાશોનું પી.એમ. કરાવી અકસ્માતનો ગુનો નોંધી ટ્રેલર ચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.

સારવાર મળતા પહેલા જ મોત નીપજ્યું: બાવળા તાલુકાનાં મેમર ગામનાં રહેતાં આનંદભાઇ સોલંકી અને મહેન્દ્રભાઈ સોલંકી બંને ઘરેથી મિત્રનો જન્મદિવસ હોવાથી રાત્રે બાઇક લઇને બગોદરા હોટલમાં જમવા માટે નીકળ્યા હતાં. ત્યારે બગોદરા આશરે એક કિ.મી.બાકી હતું તે સમયે સામેથી આવી રહેલા ટ્રેલર સાથે કોઈ કારણસર ટકરાતાં બાઇક ટ્રેલરની નીચે જતું રહ્યું હતું અને બાઇક ઉપર સવાર બંને યુવાનો રોડ ઉપર પટકાતાં તેઓને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular