જ્યોતિષાચાર્યો પ્રમાણે આ વખતે હોળીના દિવસે 499 વર્ષ પછી ગ્રહોનો અદભૂત સંયોગ

0
3

હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમ તિથિએ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. પૂનમની રાતે હોળિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી ઊજવાય છે. આ વર્ષે 28 માર્ચના રોજ હોળિકા દહન કરવામાં આવશે, જ્યારે 29 માર્ચે સવારે ધૂળેટી ઊજવવામાં આવશે. આ વખતે હોળીનો તહેવાર અન્ય કારણોના લીધે ખાસ રહેશે. જ્યોતિષાચાર્યો પ્રમાણે આ વખતે હોળીના દિવસે 499 વર્ષ પછી ગ્રહોનો અદભૂત સંયોગ બની રહ્યો છે. આ લેખમાં વધુ જાણો હોળીના તહેવાર અંગે વિશેષ સંયોગ, તિથિ, હોળાષ્ટક અને શુભ મુહૂર્ત અંગે વિસ્તારમાં

હોળીના દિવસે ગુરુ અને શનિ પોત-પોતાની રાશિઓ એટલે ધન અને મકર રાશિમાં વિરાજમાન રહેશે

હોળીના દિવસે ગુરુ અને શનિ પોત-પોતાની રાશિઓ એટલે ધન અને મકર રાશિમાં વિરાજમાન રહેશે

હોળીના દિવસે બનતો શુભ સંયોગઃ-

જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે હોળીના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, જ્યારે ગુરુ અને ન્યાયના દેવતા શનિ પોત-પોતાની રાશિઓ એટલે ધન અને મકર રાશિમાં વિરાજમાન રહેશે. જ્યોતિષાચાર્ય પ્રમાણે ગ્રહોનો આવો મહાસંયોગ 1521માં પણ બન્યો હતો. 499 વર્ષ પછી ફરી એકવાર હોળીના દિવસે આવો મહાસંયોગ બનશે.

હોળીના દિવસે આ સંયોગ પણ બની રહ્યા છેઃ-

રંગોના આ તહેવાર હોલીમાં બે ખાસ સંયોગ પણ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યો પ્રમાણે હોળીના દિવસે આ વખતે સર્વાર્થસિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બનશે. આ બંને જ યોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યા છે.

હોળિકા દહનનો કુલ સમયગાળો 2 કલાક 19 મિનિટનો રહેશે

હોળિકા દહનનો કુલ સમયગાળો 2 કલાક 19 મિનિટનો રહેશે

હોળીના દિવસે શુભ મુહૂર્તઃ-

હોળિકા દહન રવિવાર, 28 માર્ચના રોજ કરવામાં આવશે. આ દિવસે સાંજે 6 વાગીને 36 મિનિટથી લઇને 8 વાગીને 56 મિનિટ સુધી હોળિકા દહનનું મુહૂર્ત જણાવવામાં આવી રહ્યું છે. એટલે તેનો કુલ સમયગાળો 2 કલાક 19 મિનિટનો રહેશે. પૂનમ તિથિ 28 માર્ચના રોજ સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાથી 29 માર્ચની રાતે લગભગ સવા બાર વાગ્યા સુધી રહેશે.

હોળાષ્ટક ક્યારે છેઃ-

હિંદુ ધર્મમાં હોળીના આઠ દિવસ પહેલાં બધા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. આ સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. ફાગણ સુદ આઠમથી હોળિકા દહન સુધી હોળાષ્ટક રહે છે. આ વખતે હોળિકા દહન 29 માર્ચના રોજ રહેશે. એટલે હોળાષ્ટક 21 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે. હોળાષ્ટકમાં શુભ કાર્યો વર્જિત હોય છે. પરંતુ જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલાં કામકાજ કરી શકાય છે.

ફાગણ સુદ આઠમથી હોળિકા દહન સુધી હોળાષ્ટક રહે છે

ફાગણ સુદ આઠમથી હોળિકા દહન સુધી હોળાષ્ટક રહે છે

હોળાષ્ટક કેમ હોય છેઃ-

હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે હિરણ્યકશ્યપે આઠ દિવસ સુધી પોતાના પુત્ર પ્રહલાદ ઉપર ખૂબ જ અત્યાચાર કર્યા હતાં. ભગવાન વિષ્ણુની ભક્ત પ્રહલાદ ઉપર ખૂબ જ કૃપા હતી, એટલે તેઓ દરેક વખતે બચી જતાં હતાં, ત્યારથી જ હોળીના 8 દિવસ પહેલાં હોળાષ્ટક ઊજવવાની પરંપરા ચાલી રહી છે.

પ્રહલાદના પ્રાણ કેવી રીતે બચી શક્યાઃ-

હિરણ્યકશ્યપની બહેન હોળિકાને વરદાન મળ્યું હતું કે તેના ઉપર અગ્નિની કોઇ અસર થશે નહીં. પોતાના અહંકારી ભાઈના કહેવાથી હોળિકા પોતાના ભત્રિજા પ્રહલાદને લઇને અગ્નિમાં બેસી ગઇ, પરંતુ શ્રીહરિની કૃપાથી પ્રહલાદના પ્રાણ બચી ગયા અને હોળિકા બળીને ભસ્મ થઇ ગઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here