Friday, April 26, 2024
Homeજૉન પ્રોસેરના જણાવ્યા પ્રમાણે, 11 જૂને 6.2 ઇંચની ડિસ્પ્લે ધરાવતો પિક્સલ 5a...
Array

જૉન પ્રોસેરના જણાવ્યા પ્રમાણે, 11 જૂને 6.2 ઇંચની ડિસ્પ્લે ધરાવતો પિક્સલ 5a ફોન લોન્ચ થઇ શકે છે

- Advertisement -

ગૂગલ પોતાનો નેક્સ્ટ જનરેશન પિક્સલ 5a સ્માર્ટફોન 11 જૂને લોન્ચ કરી શકે છે. ટેક એનાલિસ્ટ જૉન પ્રોસેરના જણાવ્યા પ્રમાણે, ગૂગલ પિક્સલ 5a લોન્ચ કરવાની તૈયારીઓ ચાલુ છે. ડિવાઇસમાં પંચ-હોલ ડિસ્પ્લે સાથે બેઝલવાળી સ્ક્રીન પણ મળી શકે છે. ફોનમાં 6.2 ઇંચની FHD+ OLED ડિસ્પ્લે મળશે.

લેટેસ્ટ સ્માર્ટફોન પિક્સલ 4a 5Gનાં ફીચર્સથી સજ્જ હોય શકે છે. તેનું ડાયમેંશન 156.2×73.2×8.8mm હશે. કોરોના મહામારીને લીધે ગૂગલે લોન્ચિંગ ડેટ ઘણીવાર લંબાવી છે.

ગૂગલ પિક્સલ 5aનાં ફીચર્સ

પિક્સલ 5aમાં ડ્યુઅલ કેમેરા મળી શકે છે. તેમાં 6GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ તથા 3.1 UFS સ્ટોરેજ મળી શકે છે. ફોનમાં 3.5mm હેડફોન જૅક, રિયર ફિંગરપ્રિન્ટ રીડર અને સ્ટીરિયો સ્પીકર હશે. ફોનની બેટરી 3840 mAh બેટરી 20 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળી શકે છે.

નવી ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત

ગૂગલ પિક્સલ 5a સાથે કંપની નેક્સ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પણ જાહેર કરી શકે છે. એન્ડ્રોઈડ 12ના બીટા વર્ઝન વિશે પહેલાં પણ ઘણા લીક ન્યૂઝ આવ્યા છે. વર્ષના અંતમાં ગૂગલ પિક્સલ 6 સિરીઝ લોન્ચ થઇ શકે છે. નવા લીક રિપોર્ટ પ્રમાણે, પિક્સલ 6 સિરીઝમાં સેન્ટ્રલી અલાઈટ પંચ હોલ કેમેરા મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular