લોકડાઉન ઈમ્પેક્ટ : રેટિંગ એજન્સી ઇક્રાના મતે જૂન ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થામાં 20%નો ઘટાડો થઈ શકે છે

0
6

મુંબઈ. એક નવા અંદાજમાં ઘરેલું રેટિંગ એજન્સી ઇક્રાએ સોમવારે કહ્યું હતું કે, જૂન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 20%નો ઘટાડો થઈ શકે છે. કોવિડ-19 રોગચાળાને રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉનમાં રાહત આપવાની સરકારની ઘોષણા બાદ એજન્સીએ આ અંદાજ લગાવ્યો છે. ઇક્રાએ કહ્યું કે હવે અમે અપેક્ષા કરીએ છીએ કે 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી 16થી 20% સુધી નીચે આવશે. આનો અર્થ એ કે સમગ્ર નાણાકીય વર્ષમાં એકથી બે ટકાનો ઘટાડો નિશ્ચિત છે. દેશમાં 40 દિવસ લાંબા લોકડાઉન ત્રીજા તબક્કામાં 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે, સંક્રમણથી પ્રભાવિત વિસ્તારોમાં સરકારે ઉદ્યોગને રાહત આપી છે. લોકડાઉન હળવું થયા પછી પણ, ઇક્રાએ આખા નાણાકીય વર્ષ 2020-21 માટે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં 1% વધઘટ થવાની ધારણા છે. અગાઉ, ઇક્રાએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં GDP 1%ના ઘટાડાની રેન્જમાં હોઈ શકે છે.

કડક શરતોને કારણે પ્રવૃત્તિઓમાં અવરોધ આવશે

ઇક્રાએ જણાવ્યું હતું કે સરકારે આપેલી છૂટછાટથી આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકશે. પરંતુ મોટા શહેરી કેન્દ્રોમાં કડક શરતો પરિણમે આર્થિક પ્રવૃત્તિઓ વિક્ષેપિત થશે. ઉત્પાદન, બાંધકામ, વેપાર, હોટલ અને પરિવહન જેવા ક્ષેત્રોમાં મજૂરની ઉપલબ્ધતામાં સમસ્યા હોઈ શકે છે. તેનાથી આર્થિક વિકાસ દરમાં ઘટાડો થશે.

સરકારે રૂ. 1.70 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું

સરકારે કોવિડ-19 કટોકટી સામે લડવા માટે રૂ. 1.7 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી દીધી છે. આ પર્યાપ્ત કહી શકાય તેમ નથી. કેટલાક વિશ્લેષકોએ એમ પણ જણાવ્યું છે કે, પ્રોત્સાહન પેકેજના અડધાથી વધુનો સમાવેશ પહેલાથી જ 2020-21 ના બજેટમાં કરવામાં આવ્યો હતો. આ પેકેજમાં કંઈ નવું નથી. ઘણા વિશ્લેષકો પણ સરકાર તરફથી ઉપલબ્ધ મર્યાદિત નાણાકીય પરિસ્થિતિ તરફ ધ્યાન દોરે છે, પરંતુ એવા અહેવાલો છે કે સરકાર નવા પેકેજ પર કામ કરી રહી છે.

RBI દ્વારા લિક્વિડિટી સુવિધા આપવામાં આવી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં તીવ્ર ઘટાડો કર્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું છે કે નાણાંકીય ખાધના સાડા ત્રણ ટકાના લક્ષ્યાંકને પહોંચી વળવા પડકારજનક રહેશે અને સરકાર બજેટ લક્ષ્યાંકને ચૂકી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here