નાના પાટેકરને મુંબઇ કોર્ટે મી ટુ મામલાના દરેક આરોપોમાંથી છોડી દીધો છે. ૭ વરસ જુના મામલામાં મુંબઇ કોર્ટના ફેંસલા પ્રમાણે ન્યાયાધીશે કેસ બંધ કરી દીધો હોવાનું જણાવી દીધું છે. પરંતુ તનુશ્રી દત્તા હજી પણ દાવો કરી રહી છે કે નાના પાટેકર નહીં પરંતુ પોતે કેસ જીતી ગઇ છે. સોશિયલ મીડિયા પર તે એક પછી એક પોસ્ટ શેર કરીને કેસના ફેંસલા પર રિએક્ટ કરી રહી છે. તે કાયદાની ભાષાને મુશ્કેલ ગણાવી રહી છે અને તેથી જ નાના પાટેકર લોકોને ખોટા માર્ગે વાળી રહ્યો છે. પરંતુ હું કહું છું કે, લોકોને વાસ્તવિકતા જણાવવી જોઇએ. આ બધો પૈસાનો ખેલ છે.
તનુશ્રીએ જણાવ્યું છે કે, નાના પાટેકર સહિત અન્યોની વિરુદ્ધ જાતીય શોષણ સાથ જોડાયેલી ફરિયાદ પર મુંબઇ પોલીસે જે બી-સમરી રિપોર્ટ ફાઇલ કરી હતી, તે કોર્ટે કેન્સલ કરી દીધી છે. પોલીસે ૨૦૧૯માંપણ કેસ બંધ કરવાના પ્રયાસ કર્યા હતા. અમે કેસ જીતી ગયા છીએ અને મુંબઇ પોલીસે હવે આ મામલામાં ચાર્જશીટ ફાઇલ કરવી પડશે.
તનુશ્રીએ પોતાની બીજી પોસ્ટમાં નાના પાટેકરની પીઆર ટીમ ખોટા ન્યુઝ ફેલાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ હુ ંમહાદેવના સૌગંધ ખાઇને કહું છુ કે, અમે કેસ જીતી ગયા છીએ. કોર્ટે બી-સમરી રિપોર્ટ કેન્સલ કરી નાખી છે અને જલદી જ ચાર્જશીટ પણ ફાઇલ થઇ જશે, પોલીસ પાસે આના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.
તનુશ્રીએ નાનાને ખોટાડો અને મૌનિપુલેટિવ ગણાવ્યો હતો. તે તો નરકની આગમાં ખાક થશે, તેવી બદદુઆ સાથે તેની સજા તો હવે શરૂ થશ, એમ પણ કહ્યું હતું.