ડિસેમ્બરનું ત્રીજું સપ્તાહ : હિંદુ કેલેન્ડર પ્રમાણે આ સપ્તાહ ખરમાસ શરૂ થશે, મકર સંક્રાંતિ સુધી માંગલિક કામ થઇ શકશે નહીં.

0
8

હિંદુ કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ખરમાસ શરૂ થઇ જશે. આ કારણે માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત નથી. સપ્તાહની શરૂઆત સોમવતી અમાસથી થઇ રહી છે. તે પછી ધન સંક્રાંતિ, વિનાયક ચોથ, વિવાહ પંચમી અને ચંપા છઠ્ઠ જેવા તિથિ-તહેવાર ઊજવવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ ખરીદારી માટે 4 શુભ મુહૂર્ત રહેશે. જેમાં વાહન ખરીદદારી માટે 2 વિશેષ મુહૂર્ત પણ સામેલ છે. આ સપ્તાહ સૂર્ય રાશિ બદલીને ધનમાં પ્રવેશ કરશે. ત્યાં જ બુધ પણ સૂર્ય સાથે આ રાશિમાં આવી જશે. ગ્રહોના પરિવર્તનની શુભ-અશુભ અસર બધી જ રાશિઓ ઉપર પડશે.

14 થી 20 ડિસેમ્બર સુધીનું પંચાંગ.

14 ડિસેમ્બર, સોમવાર- કારતક અમાસ, સોમવતી અમાસ

15 ડિસેમ્બર, મંગળવાર – માગશર સુદ, એકમ

16 ડિસેમ્બર, બુધવાર – માગશર સુદ, બીજ

17 ડિસેમ્બર, ગુરુવાર – માગશર સુદ, તીજ

18 ડિસેમ્બર, શુક્રવાર – માગશર સુદ, ચોથ, વિનાયક ચોથ

19 ડિસેમ્બર, શનિવાર – માગશર સુદ, પાંચમ, વિવાહ પંચમી

20 ડિસેમ્બર, રવિવાર – માગશર સુદ, છઠ્ઠ, ચંપા છઠ્ઠ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ.

15, ડિસેમ્બર, મંગળવાર – સૂર્યનું ધનમાં રાશિ પરિવર્તન

17 ડિસેમ્બર, ગુરુવાર – રવિયોગ, બુધનું ધનમાં રાશિ પરિવર્તન

18 ડિસેમ્બર, શુક્રવાર – રવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ

વાહન ખરીદદારીના મુહૂર્ત.

19 ડિસેમ્બર, શનિવાર- રવિયોગ

20 ડિસેમ્બર, રવિવાર- રવિયોગ, વાહન ખરીદદારીના મુહૂર્ત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here