લાખણી : રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ માર્કેટ યાર્ડમાં અનાજ અને તેલેબિયાની ખરીદી ચાલુ કરાઈ

0
26

 

લાખણી : કોરોના મહામારી અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 24 માર્ચના દિવસે દેશ અને રાજ્યને સંપૂર્ણ લોક ડાઉન કરી દેવામાં આવ્યો હતો ત્યારે આજે 27 દિવસ બાદ રાજ્ય સરકારે અમુક નિયમોને ધ્યાનમાં રાખી રાજ્યના માર્કેટ યાર્ડ ચાલુ કરવાનો આદેશ કરતા આજે લાખણી માર્કેટ યાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે.

 

રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ની અછત ઊભી ના થાય અને ખેડૂતોએ પકવેલા પાકનું વેચાણ થાય એવા હેતુથી માર્કેટ યાર્ડ ચાલુ કરવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડમાં સોશ્યલ ડિસ્ટન્સ નું પૂરું ધ્યાન રાખવું અને સવારમાં સાત થી નવ વાગ્યા સુધી ખેડૂતોને માર્કેટ યાર્ડમાં પ્રવેશ આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.

 

 

બનાસકાંઠા ના લાખણી માર્કેટ યાર્ડમાં પહેલા દિવસે 650 બોરીની આવક થઈ હોવાનું ચેરમેન બાબુભાઈ પાનકુટા એ જણાવ્યું હતું. માર્કેટ યાર્ડ ના શરૂઆતના દિવસે કે.કે. ભેદરૂ ચેરીટેબલ ટ્રસ્ટ વતી લાલજીભાઈ પટેલ દ્વારા લાખણી માર્કેટ યાર્ડ માં આવેલ આગેવાનો, અધિકારીઓ , વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને ફ્રી માં માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતુ.

અદ્રેત સાર્વજનિક ટ્રસ્ટ વતી મહેશભાઈ દવે દ્વારા માર્કેટ યાર્ડમાં આવેલ દરેક વ્યક્તિને આયુર્વેદિક રોક પ્રતિકારક ગોળીઓ નું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું હતું અને ગોળીઓ નું કેવી રીતે સેવન કરવું એ બાબતે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here