એકાઉન્ટ બ્લોક : પંજાબી મૂળના કેનેડિયન સિંગરનુ ટ્વિટર એકાઉન્ટ બ્લોક

0
8

પંજાબી મૂળના કેનેડિયન સિંગર જેઝી બીનુ ટ્વિટર એકાઉન્ટ ભારત સરકારે બ્લોક કરાવી દીધુ છે.ટ્વિટર પર સંખ્યાબંધ જાણીતી હસ્તીઓના એકાઉન્ટ બ્લોક કરવા કે સસ્પેન્ડ કરવાના પગલે સોશિયલ મીડિયા સાઈટસ ટ્વિટર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જોકે આ મામલામાં તો ટ્વિટરે ભારત સરકારના કહેવા પર કાર્યવાહી કરવી પડી છે. ભારતમાં નવા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં જેઝી બી સતત ટ્વિટ કરી રહ્યો હતો. જેઝી બી સિવાયના બીજા ત્રણ એકાઉન્ટ પર ટ્વિટરે ભારત સરકારના નિર્દેશ પ્રમાણે બ્લોક કર્યા છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે જેઝી બીનુ એકાઉન્ટ બ્લોક કર્યા બાદ હજી સુધી ભારત સરકાર કે ટ્વિટર તરફથી કોઈ નિવેદન કરાયુ નથી. પણ એવુ મનાઈ રહ્યુ છે કે, ટ્વિટર બહુ જલ્દી આ મુદ્દે સ્પષ્ટતા કરશે. ટ્વિટરે એટલુ કહ્યુ છે કે, અમને સત્તાવાર રીતે કાયદાકીય વ્યાપમાં રહીને કોઈ અપીલ કરવામાં આવે તો ક્યારેક કેટલાક એકાઉન્ટ બ્લોક કરવામાં આવતા હોય છે. જોકે આ પ્રકારે એકાઉન્ટ બ્લોક કરવાની કાર્યવાહી જે તે સરકારનો વ્યાપ જ્યાં સુધી હોય ત્યાં સુધીના જ વિસ્તારમાં કરાય છે .

ગાયક જેઝી બીએ ભારતમાં પોતાના ટિવટર એકાઉન્ટ પર પ્રતિબંધ લાગ્યો હોવાની જાણકારી ઈન્ટાગ્રામ થકી આપી હતી. તેણે કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનનુ ફરી એક વખત હું સમર્થન કરી રહ્યો છે. આ પહેલા પણ જેઝી બીના ખેડૂતોના સમર્થનમાં થયેલા ટ્વિટ બાદ એકાઉન્ટ સસ્પેન્ડ કરાયુ હતુ.

ભારત સરકારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હીમાં 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ ટ્વિટરને 250 એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે કહ્યુ હતુ અને આ એકાઉન્ટ ટ્વિટરને સસ્પેન્ડ કરવા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here