Sunday, September 19, 2021
HomeSBIમાં ઘરે બેઠાં ખાતું ખોલી શકાશે : વીડિયો KYC દ્વારા યોનો પર...
Array

SBIમાં ઘરે બેઠાં ખાતું ખોલી શકાશે : વીડિયો KYC દ્વારા યોનો પર મળશે સુવિધા

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ઘરેબેઠા સેવિંગ અકાઉન્ટ ખોલવાની સુવિધા શરૂ કરી છે. તેના દ્વારા ગ્રાહકોના વીડિયોથી KYC થશે. આ અકાઉન્ટ ખોલવા માટે તમારે બેંકની મોબાઈલ બેંકિં એપ્લિકેશન યોનોનો ઉપયોગ કરવો પડશે.

KYC દ્વારા ડિટેઈલ વેરિફાઈ થશે

KYC એટલે તમારી જે પણ સંપૂર્ણ ડિટેઈલ જેમ કે, પેન કાર્ડ, આધાર કાર્ડ છે તેની ચકાસણી અથવા વેરિફિકેશન કરવાનું. બેંકે શુક્રવારે આ જાણકારી આપી. બેંકના જણાવ્યા પ્રમાણે, તેના માટે બ્રાંચમાં જવાની જરૂર નહીં પડે. જો કે, તેના દ્વારા માત્ર સેવિંગ અકાઉન્ટ ખોલવામાં આવશે. તે સંપૂર્ણ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચહેરો ઓળખવાની ટેક્નોલોજી પર આધારિત છે. તે કોન્ટેક્ટલેસ અને પેપરલેસ પ્રક્રિયા છે.

નવું સેવિંગ અકાઉન્ટ ખોલાવી શકાશે

બેંકના જણાવ્યા પ્રમાણે, જે ગ્રાહકો નવું સેવિંગ અકાઉન્ટ ખોલવા માગે છે તેમના માટે આ વીડિયો KYC લાગુ થશે. તેમને યોનો એપને ડાઉનલોડ કરવી પડશે. તેમાં ન્યૂ ટૂ SBI પર ક્લિક કરવું પડશે અને ઈન્સ્ટા પ્લસ સેવિંગ અકાઉન્ટની પસંદગી કરવી પડશે. ત્યારબાદ તમારે તમારા આધારની ડિટેઈલ્સ નાખવી પડશે અને ત્યારબાદ આધારનું વેરિફિકેશન થયા બાદ તમારે પર્સનલ ડિટેઈલ આપવી પડશે. વીડિયો કોલ દ્વારા તમારે KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. વીડિયો KYC સફળ થયા બાદ ઓટોમેટિક તમારું અકાઉન્ટ ઓપન થઈ જશે. ​​​​​​​

કોરોનાના સમયમાં આ જરૂરી હતું

બેંકના ચેરમેન દિનેશ ખારાના જણાવ્યા પ્રમાણે, વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં આ જરૂરી હતું કે અમે આ પ્રકારની સુવિધા શરૂ કરીએ. આ એક એવું પગલું છે જે ગ્રાહકોની સુરક્ષા, ફાઈનાન્શિયલ સુરક્ષા અને ઓછો ખર્ચ થશે. અમારું માનવું છે કે આ પહેલ મોબાઇલ બેંકિંગ અને ગ્રાહકોને તેમની બેંકિંગની જરૂરિયાતો માટે ડિજિટલ રીતે સક્ષમ બનાવવામાં એક નવો રસ્તો દેખાડશે. આ ડેવલપમેન્ટ ડિજિટલ ઈન્ડિયા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાઓનું બીજું પગલું છે.​​​​​​​

નવેમ્બર 2017માં યોનો લોન્ચ કરવામાં આવી હતી

SBIએ નવેમ્બર 2017માં યોનોને લોન્ચ કરી હતી. અત્યારે તેને 8 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. તેના 3.7 રજિસ્ટર્ડ ગ્રાહકો છે. SBIએ યોનો પ્લેટફોર્મ માટે 100 ઈ-કોમર્સ કંપનીઓની સાથે ભાગીદારી કરી છે. તેમાં 20થી વધુ સેગમેન્ટ છે. તેમાં યોનો કૃષિ, યોનો કેશ જેવા સેગમેન્ટ પણ છે. બેંક હકીકતમાં યોનોને એક અલગ પેટાકંપની બનાવીને તેને IPO દ્વારા લિસ્ટ કરાવવા માગે છે. ​​​​​​​

1.60 લાખ કરોડ રૂપિયાનું વેલ્યુવેશન

યોનોનું આ સમયે વેલ્યુએશન 1.60 લાખ કરોડ રૂપિયા છે અને બેંક 3 લાખ કરોડ રૂપિયાના તેના વેલ્યુએશનને લક્ષ્યાંક બનાવ્યું છે. SBIના 55 ટકા ટ્રાન્જેક્શન ડિજિટલ ચેનલથી થાય છે અને તેના 49 કરોડ ગ્રાહકો છે. તેના ડિજિટલ પ્લેટફોર્મ પર દરરોજ 4 લાખ ટ્રાન્ઝેક્શન થાય છે. યોનો બેંકિંગ, લાઈફસ્ટાઈલ, ઈન્શ્યોરન્સ, રોકાણ અને ખરીદારીની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે.

SBIના ઈન્ટીગ્રેટેડ ડિજિટલ અને લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ યોનો ભારતની સાથે યુકે અને મોરિશિયસમાં પણ સેવા આપી રહી છે. ગત નાણાકીય વર્ષમાં યોનો દ્વારા 16 હજાર કરોડ રૂપિયાની પર્સનલ લોન મંજૂર થઈ છે. 12.82 લાખ ગ્રાહકોને તેના દ્વારા લોન મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments