Tuesday, September 21, 2021
Homeનડિયાદના 60 ખાતેદારોના એકાઉન્ટ જાણ કર્યા વગર જ ફ્રીઝ કર્યા
Array

નડિયાદના 60 ખાતેદારોના એકાઉન્ટ જાણ કર્યા વગર જ ફ્રીઝ કર્યા

નડિયાદમાં મહાગુજરાત-વાણિયાવાડ રોડ પર આવેલી કોટક મહિન્દ્રા બેન્કની બ્રાન્ચમાં મોટી લાલિયાવાડી સામે આવી છે. જેમાં બેન્ક દ્વારા RBIની ગાઈડલાઈનું ખોટુ અર્થઘટન કરી 60થી 70 જેટલા એકાઉન્ટ ધારકોના એકાઉન્ટ 1લી એપ્રિલથી ફ્રીઝ કરી દીધા છે. જેને લઈ ભારે ઉહાપોહ ઉભો થયો છે.

બેન્કે નોટિસ નહોતી આપી કે જાણ નહોતી કરી

આ સમગ્ર બાબતે મળતી વિગતો અનુસાર RBI દ્વારા વર્ષ 2020માં તમામ બેન્કોને ગાઈડલાઈન આપી ચોક્કસ સૂચન કર્યુ હતુ. જેમાં પોતાના એકાઉન્ટ ધારકો અન્ય કોઈ બેન્કમાં ઓવર ડ્રાફ્ટ અને કેસ ક્રેડિટ ધરાવતા હોય તો તેમની પાસે ડિક્લેરેશન લેવાનું હતુ. તે માટે તેમને નોટીસ આપી આ ગાઈડલાઈનની માહિતી આપ્યા બાદ તે ડિક્લેરેશન આપવાની ના પાડે તો તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવા જણાવ્યુ હતુ. કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા એકાઉન્ટ હોલ્ડરોને આ બાબતની નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વિના RBIની ગાઈડલાઈનનું ખોટુ અર્થઘટન કરી 1 એપ્રિલથી 60થી 70 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે.

જેના કારણે એકાઉન્ટ હોલ્ડરોને ચાલુ ખાતુ હોવાથી તેમાં કરવાની લેણ-દેણ સહિતના કામો અટવાયા છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. બેન્કમાં એકાઉન્ટ ધરાવનારા કેટલાય ગ્રાહકોને તેમના અગત્યના લેવડદેવડન કામો અટવાતાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

જાણ કર્યા વગર જ ખાતા ફ્રીઝ કરી દેવાયા

RBIની ગાઈડલાઈન બેન્કને અપાઈ હતી. પરંતુ બેન્કે અમને જાણ કરી નહોતી. કોટક બેન્કમાં મારા જ ત્રણ એકાઉન્ટ છે, કોઈ મેઈલ, ફોન અને ફિઝિકલ જાણ વગર જ ખાતા ફ્રીઝ બંધ કરી દેવાયા છે. વહેલી તકે આ અંગે બેન્ક દ્વારા ખુલાસો કરી અમારા એકાઉન્ટ કાર્યરત કરવામાં આ‌વે તેવી અમારી માગ છે.- સંદીપ પટેલ, બેન્કધારક

એકાઉન્ટ હોલ્ડરોને ફોન કરીને આ અંગે જાણ કરી હતી

2020ની ગાઈડલાઈન મુજબ અમારે અમારા એકાઉન્ટ હોલ્ડરોને જો અન્ય બેન્કમાં એકાઉન્ટ હોય અને ત્યાં કેશ ક્રેડિટ હોય તો તેઓએ 10 ટકા ઓવર ડ્રાફ્ટ અમારી બેન્કમાં ચુકવવાનો થાય. આ અંગેની ગાઈડલાઈન મળતા અમે તમામ એકાઉન્ટ હોલ્ડરોને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. તેમજ તેઓને સમગ્ર ગાઈડલાઈન સમજાવીને આગળની કાર્યવાહી કરી હતી. – બિજલ ચોક્સી, મેનેજર, ICICI

બ્રાન્ચ મેનેજરને પૂછ્યા પછી નંબર આપીશુ

અમે કસ્ટમરને મેઈલ કર્યો છે, જાણ કર્યા વગર થોડા કાર્યવાહી કરવાના છે? અમારા બ્રાન્ચ મેનેજરને પૂછ્યા પછી આપને નંબર આપીશુ. – અલ્પેશ વાઘેલા, કોટક બેન્ક ઓપરેશન મેનેજર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments