અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડની ખડણી માંગીને 1.20 લાખની લૂંટ કરનાર ગેંગના 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી.આરોપીએ પ્રેમિકાની મદદથી ફ્રૂટના વેપારીને ફસાવીને અપહરણ કરીને ખડણી માંગી છે પકડાયેલા બંને આરોપીઓ 20થી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું.ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપમાં વોન્ટેડ મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી આસિફ ઉર્ફે દાળીઓ દેસાઈ અને અલ્પેશ ઉર્ફે મુકેશ ડાભીની અપહરણ, ખડણી અને લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.26 ફેબ્રુઆરીના રોજ સરખેજના ફ્રુટના વેપારી વસીમભાઈ મોઘલને નોકરીના બહાને એક મહિલાએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો . ત્યાર બાદ મિત્રતા કરીને ઘરે મુકવા જવાના બહાને વેપારીની ગાડીમાં લિફ્ટ લીધી . અને અવાવરું સ્થળે ઉલટી ના બહાને ગાડી રોકી હતી .અને પોતાના સાગરીતો સાથે વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું.. વેપારીને મારમારીને ગાંધીનગરના ક્રાઇમ બ્રાન્ચના નામે રૂ 1 કરોડની ખડણી માંગી હતી.. અને વેપારી પાસેથી 12 હજાર રોકડ, 600 દુબઇ કરન્સી, કિંમતી ઘડિયાળ, અને મોબાઈલ સહિત 1.20 લાખની લૂંટ કરી હતી. જે મામલે 10 માર્ચના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી . આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી દીધો છે..
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે હનીટ્રેપમાં પકડાયેલા બન્ને આરોપીઓના એક મિત્ર અબુ હનીટ્રેપ અને અપહરણનો માસ્ટર માઈન્ડ છે.. જે સરખેજનો રહેવાસી છે . આ આરોપીએ ફ્રુટ ના વેપારી પાસે ખૂબ જ પૈસા છે. જેથી વેપારીને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું..જેમાં પોતાના બે મિત્રો આસીક દાળીયા અને અલ્પેશ ડાભી, અને સમીર ઉર્ફે ડીજેને મળીને હનીટ્રેપ માટે પ્લાન ઘડ્યો હતો. સમીરે તેની ગર્લફ્રેન્ડ કિટ્ટુને આ પ્લાનમાં સામેલ કરી તેનું નામ કાયનાત સૈયદ રાખ્યું હતું..
આ મહિલાને વેપારીને ફોન કરી નોકરીની માંગણી કરવાની અને મીઠી વાતો કરી તેને હનીટ્રેપમાં ફસાવવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. યુવતીએ નોકરીના બહાને વેપારીનો સંપર્ક કર્યો.. તેને મિત્રતા કરીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો..અને ત્યાર બાદ અન્ય આરોપીઓને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ બનીને આવીને વેપારીને ધમકી આપીને ખડણી માંગીને લૂંટ કરી હતી.. મહત્વનું છે કે પકડાયેલ બંને આરોપીઓમાં આસિફ વિરુદ્ધ 9 અને અલ્પેશ વિરુદ્ધ 11 ગુના નોંધાયા છે..
મહત્વનું છે કે આ ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ, અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં માસ્ટર માઈન્ડ અબુ, સમીર ઉર્ફે ડી જે અને તેની પ્રેમિકા કિટ્ટુ વોન્ટેડ છે..જેથી પોલીસ જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે..જ્યારે પકડાયેલ આરોપીઓને વસ્ત્રાપુર પોલીસને સોંપ્યા છે.. આ ગેંગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપ માં ફસાવીને લૂંટ કે ખડણી માંગી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.