અમદાવાદ – નારોલમાં 250 રૂપિયામાં કોર્પોરેશનના હેલ્થ કાર્ડ કાઢી આપવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી, આરોપીની અટકાયત

0
11
  • કેટલા લોકો સાથે અને કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ તેની માહિતી પોલીસે આપી નથી
  • પોલીસે છેતરપિંડી આચરનારનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી

સીએન 24,ગુજરાત

અમદાવાદશહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજી અને ફેરિયાઓને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. નારોલ વિસ્તારમાં હેલ્થ કાર્ડ આપવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી થઈ છે. નારોલ પોલીસે વિમલ ઠાકર નામના આરોપીની અટકાયત કરી છે. 250 રૂપિયામાં આરોપી હેલ્થ કાર્ડ કાઢી આપતો હતો. પોલીસે આરોપીના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
કર્ણાવતી ચોક પાસે હેલ્થકાર્ડ કઢાવવા લાઈન ઉભેલા મહિલા સાથે છેતરપિંડી
ચાર દિવસ પહેલા નારોલમાં આવેલા કર્ણાવતી ચોક પાસે 40 લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કાર્ડ કઢાવવા લાઈનમાં ઊભા રહ્યા હતા. નારોલમાં જ રહેતા આરતીબેન પણ ત્યાં જઈ લાઈનમાં કાર્ડ કઢાવવા ઊભા રહ્યા હતા. વિમલ નામનો વ્યક્તિ આધારકાર્ડ જોઈ 250 રૂપિયા લઈ અને કાર્ડ કાઢી આપતો હતો. જેથી તેણે 250 રૂપિયા આપ્યા હતા અને બે પાંચ દિવસમાં કાર્ડ આવી જશે તેમ કહ્યું હતું. મંગળવારે સવારે રામબાગ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસના સબ ઇન્સ્પેક્ટર ત્યાંથી પસાર થયા હતા અને તેમને લાઇન જોતા ત્યાં ઊભેલા લોકોને પૂછતાં હેલ્થ કાર્ડ કાઢી આપે છે તેમ કહ્યું હતું.

નજીકમાં રહેતા લોકોએ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા
કોર્પોરેશનએ કોઈ કોન્ટ્રાક્ટ ન આપ્યો હોવા છતાં કાર્ડ કાઢી આપવાને લઈ છેતરપિંડી થતી હોવાનું ધ્યાને આવ્યું હતું. ખોટી રીતે કાર્ડ કાઢવાનું બહાર આવતા નજીકમાં આવેલી સોસાયટીમાં રહેતા લોકો જેઓએ કાર્ડ કઢાવ્યા હતા. તેઓ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. નારોલ પોલીસે આરોપી વિમલ ઠાકર (રહે. શ્રીનાથ ફ્લેટ, ઇસનપુર)ની અટકાયત કરી હતી. જો કે કેટલા લોકો સાથે છેતરપિંડી અને કેટલા રૂપિયાની છેતરપિંડી વિમલે કરી છે તેની માહિતી નારોલ પોલીસે આપી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here