સુરત : મોબાઈલ સ્નેચીંગ કરવામાં માહેર આરોપી 4 મોબાઈલ સાથે ઝડપાયો

0
4

લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વણ શોધાયેલા મોબાઈલ સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલવામાં કતારગામ પોલીસને સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ચેતન ઉર્ફે ચેતલો ભગુ છોટુ નાયકાને ઝડપી લેવામાં આવ્યો છે. જેથી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

એકલી વ્યક્તિને ટાર્ગેટ કરાતી હતી

શહેરમાં લોકડાઉન બાદ ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારોથયો છે. લિંબાયત વિસ્તારમાં બે મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ સામે આવી હતી. જેમાં એકલા જતાં વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને મોબાઈલ સ્નેચીંગ કરીને આરોપી ચેતલો નાસી જતો હતો. ઘણા સમયથી આ આરોપી એક્ટિવ થયો હોવાથી પોલીસે સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી લીધો છે.

23 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસે ઝડપી પાડેલા મૂળ નવસારી જિલ્લાના હાંસાપર મંદિર ગામના વતની તથા વરાછા બોમ્બે માર્કેટની પાછળ લંબે હનુમાન રોડ ઉમરવાડામાં ખાડી મહ્હોલામાં રહેતો અને બેકારીના કારણે ચેતન ઉર્ફે ચેતલો નાયકા મોબાઈલ ચોરીના રવાડે ચડ્યો હતો. મોબાઈલ સ્નેચીંગ કરીને વેચી દેવાના ઈરાદે બે સ્નેચીંગ કર્યા હતાં. અગાઉ પણ તેનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ અને તેની સાથે કોણ સંકલાયેલું છે વગેરે મુદ્દાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.