Friday, December 1, 2023
Homeગુજરાતઅંકલેશ્વરમાં યુનિયન બેંકમાં થયેલી લૂંટના આરોપી ઝડપાયો

અંકલેશ્વરમાં યુનિયન બેંકમાં થયેલી લૂંટના આરોપી ઝડપાયો

- Advertisement -

અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે પાંચ જેટલા લૂંટારુઓએ હથિયારો સાથે ત્રાટકી રૂ.44 લાખ ઉપરાંતની લૂંટ કરીને ભાગી ગયા હતાં. જો કે પોલીસ કર્મીની સાહસના કારણે ગણતરીના કલાકોમાં જ 8 આરોપીઓને ઝડપી પાડીને લૂંટમાં ગયેલા રૂ.37.79 લાખ રિકવર કર્યા હતાં.જોકે આ ઘટનામાં એક વોન્ટેડ આરોપીને આસરો આપનાર બે ઈસમો પૈકી એક ઈસમને ઝડપી પાડીને તેની પાસેથી રૂ 1.40 લાખ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના પીરામણ સર્કલ પાસે 4 ઓગષ્ટ 2022ના રોજ ધોળે દિવસે પાંચ જેટલા બુકાની ધારી લૂંટારુઓ ત્રાટક્યા હતાં. આ લૂંટારુઓએ બેંકના કર્મચારી સહિત ગ્રાહકોને બંધક બનાવીને બેંકના કેસ રૂમમાંથી ઠેલાઓ ભરીને રૂ.44 લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતાં. આ સમયે બેંકની બહાર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહના સાહસથી તેણે લાકડીથી લૂંટારુઓને પડકારતા ભાગમ ભાગમાં લૂંટારુઓના હાથમાંથી એક બેગ છૂટી ગયું હતું.જોકે આ અંગે ધર્મેન્દ્રસિંહે પોલીસ વિભાગને જાણ કરતા LCB, SOG સહિતની ટીમોએ પણ લૂંટારોને આતરતા થયેલા ફાયરિંગમાં એક આરોપીને ગોળી વાગી હતી.જોકે અન્ય ઈસમો ફરાર થઇ જતા પોલોસે રાત્રીના કરેલા કોમ્બિગમાં લૂંટારુઓ સારંગપુરથી ઝડપાઇ ગયા હતા.પોલીસે તેમની પાસેથી લૂંટના રૂ. 37.79 લાખ કબ્જે કરીને આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

ત્યારબાદ આ ગુનાની.તપાસ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઇ આર.એચ.વાળાને સોંપવામાં આવી હતી. આ ગુનામાં મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો પકડવાનો બાકી હોય તેણે લુંટ કર્યા બાદ તેના મિત્ર સાહુલ મંડલ તથા શ્રીરામ મંડલએ આશરો આપ્યો હતો. જે અંગેની પોલીસને માહિતી મળતાં પી.એસ.આઇ. એ.એસ ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફે તે સ્થળ પર તપાસ કરતાં આરોપી શ્રીરામ મંડલ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી લુંટમાં ગયેલા રોકડ રૂપિયા 1.40 કબ્જે કર્યા હતા. જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો લુંટ કર્યા બાદ સાહુલ સાથે શ્રીરામ મંડલના રૂમમાં રોકાયેલ બાદમાં આરોપી સાહુલ આ ગુનાના મુખ્ય આરોપી દિવાકરને વાપી મુકવા ગયો હતો તે હકીકત ધ્યાને આવેલી છે. આ ગુનાના પોલીસે આરોપી દિવાકર તથા સાહુલને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular