સુરત : બે વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

0
0

મોટા વરાછા ઉપલી કોલોની આગળ તળાવ પાસે રહેતા એક શ્રમજીવી પરિવારની બે વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી મોટા વરાછા ગામ-અબ્રામમા રોડ પર કરમશી બાપાના શેરડીના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપીને અદાલતે દોષિત ઠેરવી આજીવન કેદની સાથે દંડની સજા કરી છે. આરોપીને છેક સુધી પશ્ચાતાપ થાય તે માટે મૃત્યુદંડની સજા ન ફરમાવતા સ્પેશિયલ (પોક્સો) જજની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડવા પ્રયાસ કર્યો છે.

કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફટકારીને દાખલો બેસાડવા કોશિષ કરી છે.
(કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફટકારીને દાખલો બેસાડવા કોશિષ કરી છે.)

 

બાળકીને રઝળતી મુકીને આરોપી ફરાર થઈ ગયેલો

કેસની વિગતો પ્રમાણે વાત કરીએ તો, મોટા વરાછા ગામ તળાવ પાસે નવી બનતી વેદાંત સિટી પાછળ આવેલી ઝુપડપટ્ટીમાં આરોપી શત્રુધ્ન ઉર્ફે બિજલી યાદવ રહે છે. તેણે બે વર્ષ અગાઉ 11મી માર્ચના રોજ બપોરના સુમારે શ્રમજીવી પરિવારની બે વર્ષી માસૂમ બાળકીનું અપહરણ કરી મોટા વરાછા અબ્રામા રોડ પર કરમશીબાપાના શેરડીના ખેતરમાં લઈ જઈ આરોપી શત્રુઘ્ન યાદવે દુષ્કર્મ ગુજારી માસૂમ બાળકીને ત્યાં રઝળતી મુકીને ફરાર થઈ ગયો હતો.

બાળકી તરફથી પીપી કિશોર રેવલીયાની દલિલો કોર્ટે માન્ય રાખી ચુકાદો આપ્યો હતો.
(બાળકી તરફથી પીપી કિશોર રેવલીયાની દલિલો કોર્ટે માન્ય રાખી ચુકાદો આપ્યો હતો.)

 

કોર્ટે આરોપીને સજા ફટકારી

અમરોલી પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી પોકસો સહિતના ગુના દાખલ કર્યા હતાં. આજે કેસની સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે એપીપી કિશોર રેવલીયાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી શત્રુઘ્ન યાદવને કસીરવાર ઠેરવતો હુકમ કરી આજીવન કેદની સાથે દંડ ફટકાર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here