મહેસાણા : કડી ખાતે 8 મહિનાની બાળકી પર એસિડ એટેક, હોસ્પિટલના બિછાને દમ તોડ્યો

0
9

મહેસાણા ખાતે કડી તાલુકાના ચાલાસણમાં ગત મોડી રાત્રે એક 8 મહિનાની બાળકી જ્યારે ઘરમાં સુઈ રહી હતી ત્યારે કોઈ શખ્સે તેની પર એસિડ ફેંકી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી એસિડની બળતરાથી હૃદય કંપારી જાય તેવી રીતે કણસતી હતી. આ અજાણ્યા શખ્સને બાળકી પર બહાદ્દુરી બતાવતા શર્મ પણ ન આવી તેવો ફીટકાર લોકો વરસાવી રહ્યા છે. બાળકીને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આ ઘટનામાં પરિવારના જ કોઈ પરિચિતની હરકત હોવાની શંકા છે.

કડી તાલુકાના ચલાસણ ગામમાં જ્યારે રાત્રી દરમિયાન આ ઘટના બની ત્યારે સહુ કોઈ દોડી આવ્યા હતા. 8 મહિનાની બાળકી પર એવો તો કેવો રોષ કે ગુસ્સો હશે કે શખ્સે આમ કર્યું હશે, કોઈ બદલો વાળવા માટે આમ કર્યું હોશે વગેરે બાબતોએ ચર્ચાઓ જગાડી છે. પણ હાલ બાળકીના મોતથી પરિવાર શોકમાં સરી પડ્યો છે. એક માસુમ જીંદગી પર પોતાની દાજ કાઢનાર શખ્સ પર આજે સમસ્થ ગામમાં ફિટકાર વરસાવાઈ રહ્યો છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here