- Advertisement -
જમ્મુ અને કાશ્મીરમાં ભ્રષ્ટાચારના મામલામાં બડગામના એએસપી ગૌહર અહેમદ ખાન અને હાલમાં જ ધરપકડ કરાયેલા ડીએસપી આદિલ મુસ્તાકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ જમ્મુ અને કાશ્મીર સરકારના ગૃહ વિભાગ તરફથી આજે જારી કરવામાં આવ્યો છે.જારી કરેલા આદેશમાં જમ્મુ-કાશ્મીર ગૃહ વિભાગે જણાવ્યું છે કે ડીએસપી આદિલ મુસ્તાકને 21 સેપ્ટેમ્બરથી સસ્પેન્શન હેઠળ ગણવામાં આવશે, જે દિવસે તેની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જયારે એક અન્ય આદેશમાં બડગામના એએસપી ગૌહર ખાનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેના આચરણ અંગે તપાસ બાકી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન અધિકારીઓ ઝોનલ પોલીસ હેડક્વાર્ટર, કાશ્મીર સાથે જોડાયેલા રહેશે.