ચીનની એપ પર કાર્યવાહી:ભારતમાં પબ્જી સહિત 119 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ, સરકારે કહ્યું- તેનાથી દેશની સુરક્ષાને જોખમ

0
3

ચીન સાથેના સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે પબ્જી સહિત 119 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશની સુરક્ષાને ખતરો હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી પણ ભારત સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં PUBGના એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે.

                                     

શુ છે પબ્જી અને તેના પર પ્રતિબંધ શા માટે?

  • પબ્જી ભારત સહિત અનેક દેશોમાં સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ્સ પૈકીની એક છે. ભારતમાં આ એપ 175 મિલિયન ડાઉનલોડ થઈ ચુકી છે.
  • પબ્જીને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલે ડેવલપ કરી છે. જોકે, ચીનની મલ્ટીનેશનલ કંપની ટેન્સેન્ટની તેમાં હિસ્સેદારી છે.
  • પબ્જીઆ અગાઉ પણ નિશાન પર રહી હતી. અનેક બાળકોમાં તેની ટેવ પડી જવાને લીધે માતા-પિતા ખૂબ જ પરેશાન રહેતા હતા. કેટલાક રાજ્યોએ તો તેને હંગામી ધોરણે પ્રતિબંધિત કરી હતી.
  • પબ્જીએ ત્યારબાદ ખાતરી આપી હતી કે માતા-પિતા, એજ્યુકેટર્સ અને સરકારી સંગઠનો પાસે અભિપ્રાય લઈને સુરક્ષિત ઈકોસિસ્ટમ બનાવશે.

આ પહેલા ચીનની 106 એપ બેન કરાઈ હતી

સરકારે પહેલા TikTok સહિત ચીનની 59 એપ બેન કરી હતી. ત્યાર પછી ચીનની 47 વધુ એપ બેન કરી હતી. IT મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે PUBG ઉપરાંત Baidu, APUS લોન્ચર પ્રો જેવી ચીનની એપ પર બેન મૂકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here