Saturday, December 3, 2022
HomeદેશPFI પર એક્શન દિલ્હીમાં સ્થિતિ વણસી શકે તેવી આશંકા

PFI પર એક્શન દિલ્હીમાં સ્થિતિ વણસી શકે તેવી આશંકા

- Advertisement -

અનેક ગંભીર આરોપોથી ઘેરાયેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર શકંજો કસવામાં આવી રહ્યો છે. દિલ્હી સહિત 8 રાજ્યોમાં પોલીસ અને બીજી અનેક એજન્સીઓએ PFIના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. PFI પર એક્શન પાર્ટ-2 બાદ દિલ્હીમાં સ્થિતિ વણસી શકે તેવી આશંકા વ્યરક્ત કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને જામિયા યુનિવર્સિટીની આસપાસ લોકોના મેળાવડા અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 2 મહિના માટે મૂકવમાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 30 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

બીજી તરફ જામિયા યુનિવર્સિટી તંત્રએ વિદ્યાર્થીઓ માટે એક સર્ક્યુલર બહાર પાડ્યુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 19 સપ્ટેમ્બરથી 19 નવેમ્બર સુધી ધારા 144 લાગુ રહેશે. જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેમ્પસની અંદર કે બહાર જૂથોમાં ભેગા ન થવાની સૂચના આપવામાં આવી છે. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કાયદો તોડશે તો યુનિવર્સિટી તેની સામે કડક કાર્યવાહી કરશે.

જામિયા મિલિયા ઈસ્લામિયા દ્વારા સોમવારે નોટિસ જાહેર કરવામાં આવી હતી. યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટરે કહ્યું કે, જામિયા નગર પોલીસ સ્ટેશનના એસએચઓએ અમને જાણ કરી છે કે, 19 સપ્ટેમ્બરથી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અમને માહિતી મળી હતી કે, કેટલાક લોકો અથવા જૂથો શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે છે અને શાંતિ અને વ્યવસ્થાને અસર કરી શકે છે. SHOએ વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર ઓખલા વિસ્તારમાં 17 નવેમ્બર સુધી પ્રતિબંધો લાગુ રહેશે. PFIના ઠેકાણા પર દરોડા બાદ ગૃહમંત્રાલયની એક મહત્વની બેઠક શરૂ થઈ છે. ગૃહ સચિવ અજય ભલ્લા સાથે આ બેઠક ચાલી રહી છે. બેઠકમાં NIA, ED અને IBના અધિકારી હાજર છે. આ બેઠકમાં PFIના ઠેકાણા પર પાડવામાં આવેલા દરોડાની જાણકારી શેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં IB ચીફ, EDના DG અને NIAના DG પણ હાજર છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં નિઝામુદ્દીન અને શાહિનબાગ સહિત અનેક સ્થળો પર ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ સાથે સબંધિત ઠેકાણા પર દરોડા બાદ મંગળવારે લગભગ 30 લોકોની અટકાયત કરી હતી. ગુજરાતમાં, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) સાથેના કથિત સંબંધો અંગે પૂછપરછ માટે ઓછામાં ઓછા 10 લોકોની અટકાયત કરી હતી. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના ચાર કાર્યકર્તાઓની કથિત રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરવામાં આવી છે. PFI સામે કાર્યવાહીમાં મંગળવારે આસામના વિભિન્ન જિલ્લાઓમાંથી સંગઠનના 25 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સૌથી વધુ 10 PFI કાર્યકર્તાઓની ગોપાલપુરાથી ધરપકડ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular