Friday, September 17, 2021
Homeગુજરાતમાં 2.36 લાખ ખેડૂતો સામે થશે કાર્યવાહી
Array

ગુજરાતમાં 2.36 લાખ ખેડૂતો સામે થશે કાર્યવાહી

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર નાના ખેડૂતોને આર્થિક સહાય કરે છે પણ ચોંકાવે તેવી વાત એછેકે, ઇન્કમટેક્સ ભરનારાં લોકોએ પણ પાત્ર ખેડૂત બની આ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઘણા સીમાંત ખેડૂતો છે જેમણે આ યોજનાનો લાભ લઇ લીધો છે. આવા અપાત્ર ગણાતાં લોકોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાની સહાય પેટે કરોડો રૂપિયા જમા થઇ ગયા બાદ કૃષિ મંત્રાલયને ખબર પડી છે. ગુજરાતમાં 2.36 લાખ અપાત્ર લોકોના ખાતામાં રૂા.220 કરોડ જેટલી માતબર રકમ જમા થઇ ગઇ છે. હવે આ રકમ પરત મેળવવા કેન્દ્રના કૃષિ મંત્રાલય કાર્યવાહી હાથ ધરી છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે રૂા.6 હજારની નાણાંકીય સહાય કરવામાં આવે છે. જોકે, આ યોજનાની એક શરત એછેકે, યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ઇન્કમટેક્સ ભરતો ન હોવો જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments