અમદાવાદ : શાહપુરના PSI ને એક્ટિવા ચાલકની ધમકી : માસ્ક કા દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા.

0
0

હેલમેટની જેમ હવે માસ્કના દંડને લઈ પોલીસને પ્રજા સાથે ઘર્ષણના કિસ્સા બની રહ્યાં છે. શાહપુરમ PSI એ ચાલુ વાહને માસ્ક પહેર્યા વગર મોબાઈલ ફોન પર વાત કરતો યુવકને પકડ્યો હતો. પોલીસે યુવકને રોકી માસ્કનો દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે PSI ને કાપી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં ‘જો ઉખાડના હૈ વો ઉખાડ લો, લેકીન માસ્ક કા દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા’ શાહપુર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસે માસ્ક પહેર્યું ના હોવાથી તેને દંડ ભરવા જણાવ્યું હતું

શાહપુર પોલીસ સ્ટેશનના PSI એસ. એમ. સિસોદીયા સ્ટાફ સાથે માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતા. મિર્ઝાપુર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે એક એક્ટિવા ચાલક માસ્ક વગર ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતો જતો હતો. પોલીસે એક્ટિવા સાઈડમાં કરાવી પોલીસે તેને માસ્ક પહેર્યું ના હોવાથી દંડ ભરવા જણાવ્યું હતું. જેથી યુવક PSI પર તાડુક્યો ‘જો ઉખાડના હૈ ઉખાડ લો, લેકીન માસ્ક કા દંડ ભરને કા બોલા તો કાટ ડાલૂંગા’ તેવી ધમકી આપી પોલીસ સ્ટાફ જોડે ઉદ્ધતાઈ કરી હતી.

માથાકૂટ વધી જતા પોલીસે સ્ટેશન લઈ જવા કહ્યું

પોલીસે આરોપીને નામ પૂછ્યું ત્યારે યુવકે ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે, ‘અમદાવાદ શહર કા હું, મેરા નામ જાન કે મેરા ક્યાં કર લોગે’ પોલીસ સાથે બોલાચાલી કરી માથાકુટ કરતા તેને સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેનું નામ સઈદખાન મુસ્તુફાખાન પઠાણ (રહે, લલ્લુ રાયજીનો વંડો, મિર્ઝાપુર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતની કલમ મુજબ કાર્યવાહી કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here