Monday, December 5, 2022
Homeવડોદરા : દશરથ ગામ પાસે એક્ટિવાની અડફેટે યુવાનનું મોત, 2 ઇજાગ્રસ્ત સયાજી...
Array

વડોદરા : દશરથ ગામ પાસે એક્ટિવાની અડફેટે યુવાનનું મોત, 2 ઇજાગ્રસ્ત સયાજી હોસ્પિટલમાં દાખલ

- Advertisement -

વડોદરા શહેર નજીક દશરથ ગામ પાસે એક્ટિવાની અડફેટે દશરથ ગામના એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

યુવાન રોડ ક્રોસ કરી કરતો હતો ત્યારે અકસ્માત થયો

વડોદરા પાસે આવેલા દશરથ ગામમાં વણકરવાસમાં રહેતા પ્રકાશભાઇ તુલસીભાઇ પરમાર મંગળવારે મોડી સાંજે દશરથ ગામ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન રણોલીથી વડોદરા તરફ જઇ રહેલા એક્ટિવા ચાલકે એડફેટમાં લીધા હતા. એક્ટિવાએ પ્રકાશભાઇને ટક્કર મારતા એક્ટિવા ચાલક પ્રવિણભાઇ રમણભાઇ પઢીયાર (રહે. સિકોત્તર નગર-1, માંજલપુર) અને એક્ટીવા પાછળ બેઠેલા અંબાલાલ વાલાભાઇ રોહિત (રહે. વિશાલનગર, તરસાલી) પણ રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા.

સયાજી હોસ્પિટલમાં યુવાનનું સારવાર દરમિયાન મોત

આ અકસ્માત બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ત્રણેયને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સયાજી હોસ્પિટલમાં દશરથ ગામના પ્રકાશભાઇ પરમારનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પ્રકાશભાઇના નાના ભાઇ નવિનભાઇ પરમારને થતાં તુરંત જ તેઓ સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. આ સાથે છાણી પોલીસને બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. અને ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular