કોરોના દેશમાં : એક્ટિવ કેસ 4.5 લાખથી પણ ઘટ્યા, પણ દિલ્હી અને કેરળમાં સંક્રમણની ગતિએ ચિંતામાં વધારો કર્યો

0
10

દેશમાં કોરોનાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે જ એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, પણ દિલ્હી અને કેરળમાં સંક્રમણની ગતિ વધી રહી છે. મંગળવારે દેશમાં કુલ 38 હજાર 478 કેસ નોંધાયા છે, જેની તુલનામાં 44 હજાર 671 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 471 દર્દીનાં મોત થયાં છે. એક્ટિવ કેસમાં 6 હજાર 672નો ઘટાડો થયો છે.

તો આ તરફ દિલ્હીમાં છેલ્લા 17 દિવસમાં જ 1 લાખ 3 હજાર, કેરળમાં 93 હજાર 370 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 68 હજાર 734, પશ્વિમ બંગાળમાં 60 હજાર 566, હરિયાણામાં 35 હજાર 597, જ્યારે રાજસ્થાનમાં 31 હજાર 433 દર્દી નોંધાયા છે. દેશમાં અત્યારસુધીમાં 89.12 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 83.33 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.31 લાખ સંક્રમિતોનાં મોત થયાં છે. 4 લાખ 46 હજાર દર્દીની સારવાર ચાલી રહી છે.

17 દિવસમાં દિલ્હીમાં વધ્યા 1 લાખ કેસ, કેરળમાં 93 હજાર દર્દી નોંધાયા

રાજ્ય નવા કેસ
દિલ્હી 1.03 લાખ
કેરળ 93,370
મહારાષ્ટ્ર 68,734
પ.બંગાળ 60,566
હરિયાણા 35,597
રાજસ્થાન 31,433
  • આંકડા 1 થી 17 નવેમ્બર સુધીના છે
  • આ 17 દિવસોમાં દેશના 6 રાજ્યોમાં સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, તહેવારમાં ઘણી બેદરકારી થઈ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે તહેવાર દરમિયાન દેશભરમાં લોકોએ ઘણી બેદરકારી દાખવી છે, જેના પરિણામ હવે જોવા મળશે. મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે હાલ દર્દીઓના આંકડા ઘટ્યા છે, પણ આગામી બે સપ્તાહ મહત્ત્વનાં છે. આ દરમિયાન કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ વધી શકે છે.

મંત્રાલયે દિલ્હીમાં કેસ વધવા અને મોતની સંખ્યામાં થયેલા વધારા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કેસ વધવાની જગ્યાએ ટેસ્ટિંગની સંખ્યા સ્થિર થવાની છે. જૂનમાં સરેરાશ 50-57 હજાર ટેસ્ટ દિલ્હીમાં થયા છે. ત્યાર પછી ટેસ્ટિંગ દર વધવાની જગ્યાએ સ્થિર થઈ ગયા છે. આ બધાની વચ્ચે મોટી સંખ્યામાં લોકો ટ્રેસ નથી થઈ શક્યા અને કોરોના ફેલાઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું છે. દર દિવસે 1 લાખ 20 હજાર ટેસ્ટ થશે.

સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRએ શું કહ્યું?

  • દિલ્હીમાં હવે 3500 ICU બેડ્સ ઉપલબ્ધ છે, જેને આગામી થોડાક દિવસોમાં 6 હજાર કરવાનાં છે. બે દિવસની અંદર 537 નવાં ICU બેડ્સ સરદાર પટેલ કોવિડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યાં છે.
  • સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં છે. હાલ કુલ 5 વેક્સિન ટ્રાયલ તબક્કામાં છે, જેમાં 2 ફાઈનલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.
  • દેશમાં રિકવરી રેટ 93% થઈ ગયો છે. ગત સપ્તાહે દર દિવસે સરેરાશ 46,700 લોકો સાજા થઈ ચૂક્યા છે. સરેરાશ 40 હજાર 300 નવા કેસ નોંધાયા.

કોરોનાં અપડેટ્સ કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ઘણાં રાજ્યોએ સાર્વજનિક સ્થળો પર છઠપૂજા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, ઓડિશા સામેલ છે. રાજ્ય સરકારે કહ્યું હતું કે છઠપૂજાના દિવસે કોઈપણ સાર્વજનિક નદીઓ, તળાવ પર પૂજા નહીં કરી શકાય.

આદેશ પ્રમાણે, શ્રદ્ધાળુ તેમના ઘરે જ પૂજા કરી શકે છે. તો આ તરફ ઝારખંડ સરકારે ભારે વિરોધના કારણે છઠપૂજા પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. સોમવારે જ આદેશ જાહેર કરીને હેમંત સોરેન સરકારે સાર્વજનિક સ્થળો પર છઠપૂજા કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધવાથી સરકારની ચિંતા વધી ગઈ છે. દિલ્હી સરકાર બજાર બંધ કરવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે કોરોનાને અટકાવવા માટે નાના પાયે લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે. દિલ્હીમાં હવે લગ્નમાં 200ની જગ્યાએ માત્ર 50 લોકો જ સામેલ થઈ શકશે. દિલ્હી સરકારે આ અંગે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. બે દિવસ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. દિલ્હીથી નોઈડા તરફ જતા લોકોનો હવે રેન્ડમ ટેસ્ટ કરાશે. નોઈડા જિલ્લા તંત્રએ એના માટે આદેશ જાહેર કરી દીધા છે. દિલ્હી-યુપી સરહદ પર જ લોકોને અટકાવીને ટેસ્ટ કરાવી શકાશે.

5 રાજ્યની સ્થિતિ

દિલ્હી

રાજ્યએ મંગળવારે 6396 નવા દર્દી નોંધાયા. 4421 લોકો રિકવર થયા અને 99 સંક્રમિતોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 4 લાખ 95 હજાર 598 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 42 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 45 હજાર 782 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે અત્યારસુધી 7812 દર્દીનાં મોત થયાં છે.

મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 922 લોકો સંક્રમિત થયા. 848 લોકો રિકવર થયા અને 10 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 1 લાખ 85 હજાર 446 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 9060 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 73 હજાર 284 લોકો સાજા થઈ ચૂક્યા છે.

રાજસ્થાન

રાજ્યમાં મંગળવારે 2194 લોકો સંક્રમિત નોંધાયા. 1834 લોકો રિકવર થયા અને 11 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 30 હજાર 180 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 19 હજાર 33 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 9 હજાર 58 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2089 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

મંગળવારે 2732 લોકોનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો. 5123 લોકો રિકવર થયા અને 68 દર્દીનાં મોત થયાં. અત્યારસુધીમાં 17 લાખ 52 હજાર 509 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 81 હજાર 925 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 23 હજાર 503 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 46 હજાર 102 થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશ

મંગળવારે રાજ્યમાં 1420 નવા દર્દી નોંધાયા. 1838 લોકો રિકવર થયા અને 19 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 5 લાખ 14 હજાર 270 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 22 હજાર 166 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 84 હજાર 692 લોકો સાજા થઈ ચૂક્યા છે અને 7314 દર્દીનાં મોત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here