કોરોના દેશમાં : 24 કલાકમાં એક્ટિવ કેસ 4597 ઘટ્યા, આ 33 દિવસમાં સૌથી ઓછા : આજે કુલ કેસ 85 લાખને પાર થઈ શકે છે

0
7

દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે. શુક્રવારે એક્ટિવ કેસમાં 4 હજાર 597ની કિમી નોંધાયા, પરંતુ આ 33 દિવસમાં સૌથી ઓછા છે. આનાથી ઓછો ઘટાડો 4 ઓક્ટોબરે 2 હજાર 860 થયો હતો. દેશમાં શુક્રવારે 49 હજાર 851 નવા દર્દી નોંધાયા, 53 હજાર 795 સાજા થયા અને 576 લોકોનાં મોત થયાં. કુલ કેસ 84 લાખ 60 હજાર 885 થઈ ગયા છે. આજે આ આંકડો 85 લાખને પાર થઈ શકે છે.

ઓક્ટોબર પછી એક્ટિવ કેસમાં સતત ઘટાડો, આ દરમિયાન 4 વખત 6000થી આંકડો ઘટી રહ્યો છે

તારીખ એક્ટિવ કેસ(+/-)
03 ઓક્ટોબર +2472
04 ઓક્ટોબર -2860
07 ઓક્ટોબર -5455
11 ઓક્ટોબર -4601
06 નવેમ્બર -4597

 

એક્ટિવ કેસ હવે 2-3 રાજ્યમાં નહીં, પણ 15 રાજ્યમાં વધી રહ્યા છે. સૌથી ખરાબ હાલત દિલ્હીની છે. અહીં છેલ્લા 15 દિવસમાં 11 વખત એક્ટિવ કેસ વધ્યા છે. શુક્રવારે અહીં રેકોર્ડ 7178 દર્દી નોંધાયા. અત્યારસુધીમાં કુલ 4.2 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. વધુ 64 લોકોનાં મોત સાથે મૃતકોનો આંકડો 6833 થઈ ગયો છે.

આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, તેલંગાણા, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, આંદામાન નિકોબાર, મિઝોરમ, દાદરા તથા નગરહવેલી, લદાખ, મેઘાલય, મણિપુર, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને પંજાબમાં પણ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં આ રાજ્યોમાં ચાર હજારથી વધુ કેસ વધી રહ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • રાજ્યસભા સાંસદ અને બિહારમાં કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલ કોરોના પોઝિટિવ થઈ ગયા છે.
  • પૂર્વ ભારતીય ક્રિકેટર અને BJP સાંસદ ગૌતમ ગંભીર પણ આઈસોલેટ થઈ ગયા છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના ઘરમાં કોરોના કેસ નોંધાયો છે. જોકે હાલ ગંભીરનો રિપોર્ટ આવ્યો નથી.
  • દિલ્હીમાં 24 કલાકમાં 7 હજારથી વધુ સંક્રમિત નોંધાયા છે. છેલ્લાં બે સપ્તાહથી દિલ્હીમાં દરરોજ 4000થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે.
  • દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં હાલ 7231 કોરોના બેડ ભરાયેલા છે, 8572 ખાલી છે. અમે સરકારી હોસ્પિટલમાં બેડ વધારી રહ્યા છીએ. પ્રાઈવેટ હોસ્પિટલને પણ આવું કરવા માટે કહેવાયું છે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં એક્ટિવ કેસનો ગ્રાફ ઉપર જવા માંડ્યો છે. અહીં ઓક્ટોબરમાં એક્ટિવ કેસ 200થી 500 સુધી ઘટી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી આ આંકડો 100થી પણ ઓછો થઈ ગયો છે. ગુરુવારે રાજ્યમાં 734 દર્દી નોંધાયા. પાંચ દર્દીનાં મોત થયાં અને 817 સાજા થયા.

રાજસ્થાન

રાજ્યમાં 13 ઓક્ટોબર પછી દરરોજ સરેરાશ 350થી વધુ એક્ટિવ કેસ ઘટી રહ્યા હતા, પણ છેલ્લા છ દિવસથી આમાં ફરી દરરોજ સરેરાશ 192નો વધારો થઈ રહ્યો છે. ગુરુવારે 1810 નવા દર્દી નોંધાયા, 1822 સાજા થયા અને 10 લોકોનાં મોત થયાં.

બિહાર

રાજ્યમાં 22 ઓક્ટોબર પછીથી એક્ટિવ કેસ ઘટી રહ્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી આમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે 266 અને શુક્રવારે 125 એક્ટિવ કેસ વધ્યા. ગુરુવારે 476 નવા કેસ નોંધાયા, 613 દર્દી સાજા થયા અને આઠ સંક્રમિતોનાં મોત થયાં.

મહારાષ્ટ્ર

રાજ્યમાં ટેસ્ટિંગનો આંકડો 92.5 લાખ થઈ ગયો છે, જેમાં અત્યારસુધીમાં 17 લાખ 3 હજાર 444 લોકો સંક્રમિત નોંધાયા છે. છેલ્લા 24 કલાકની અંદર 5246 નવા દર્દી નોંધાયા. 11 હજાર 277 દર્દી સાજા થયા અને 117 લોકોનાં મોત થયાં.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં ટેસ્ટિંગનો આંકડો 1.5 કરોડને પાર થઈ ગયો છે. શુક્રવારે 2173 દર્દી નોંધાયા, 2167 સંક્રમિત સાજા થયા અને 24 લોકોનાં મોત થયાં. રાજ્યમાં 18 સપ્ટેમ્બરથી સતત એક્ટિવ કેસ ઘટી રહ્યા છે, પણ શુક્રવારે આમાંથી સૌથી ઓછા માત્ર 18નો ઘટાડો નોંધાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here