અમદાવાદ : ભાડજ નજીક ટેલરને ઓવરટેક કરવા જતા એક્ટિવાનો અકસ્માત, ત્રણ યુવકોના મોત

0
0

અમદાવાદ: ભાડજના સંગાથ પાર્ટીપ્લોટ નજીક ટેલરને ઓવરટેક કરવા જતા એક્ટિવાનો અકસ્માત સર્જાયો હતો. જેમાં મેમનગર ગામમાં રહેતા 3 યુવકોના મોત નીપજયાં છે. જ્યારે એકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મેમનગર ગામમાં આવેલા સુખીપુરામાં રહેતા અર્જુન ઠાકોર તેમના પિતરાઈભાઈ કરણજી, રાજેશ પટેલ અને નરેશ વસાવા સાથે એક્ટિવા પર રાતે રકનપુર ગામ ગયા હતા. કરણજીનું કામ પતાવી તેઓ ચાર સવારી એક્ટિવા પર પરત ફરતા હતા ત્યારે ભાડજ સંગાથ પાર્ટીપ્લોટ પાસે એક ટેલરને ઓવરટેક કરવા જતાં હતાં ત્યારે ટક્કર વાગતા કરણજી અને નરેશ ટેલરના ટાયરના વચ્ચેના ભાગે આવી ગયા હતા જ્યારે રાજેશ અને અર્જુન નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ટેલરચાલક ટેલર મૂકી નાસી ગયો હતો. ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here