અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂંક

0
6

ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા ( NSD)ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેશ રાવલને NSDના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે રાવલને NSD ચીફ બનવા પર શુભકામના આપી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલ જીને મહામહિમ રાષ્ટ્રપતિએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો તથા છાત્રોને મળશે. હાર્દિક શુભકામનાઓ.’

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલ બોલિવૂડના જાણીતા એક્ટર છે.પરેશ રાવલે હેરાફેરી, સર, ઓએમજી, સરદાર જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. 2014માં તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તે અમદાવાદથી 2014માં ભાજપના લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here