Saturday, September 25, 2021
Homeએક્ટર બન્યો પ્રોડ્યૂસર : કુનાલ વિન્ટર ઓલિમ્પિયન શિવ કેશવન પર બાયોપિક બનાવશે
Array

એક્ટર બન્યો પ્રોડ્યૂસર : કુનાલ વિન્ટર ઓલિમ્પિયન શિવ કેશવન પર બાયોપિક બનાવશે

બોલિવૂડ એક્ટર કુનાલ કપૂરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી ત્યારથી તે વાર્તા લખે છે. તે સમયે કુનાલે સપનું જોયું હતું કે તે એકને એક દિવસ ફિલ્મમેકર જરૂરથી બનશે. ‘રંગ દે બસંતી’નો એક્ટર હવે પ્રોડ્યૂસર બની રહ્યો છે. કુનાલ ભારતના વિન્ટર ઓલિમ્પિયન શિવ કેશવન પર બાયોપિક બનાવી પહ્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કુનાલે આ અંગે માહિતી આપી હતી.

વાર્તાકાર બનવા માટે આ સૌથી સારો સમય
કુનાલ કપૂરે કહ્યું હતું, ‘મને લાગે છે કે વાર્તાકાર બનવાનો આ બેસ્ટ સમય છે. જ્યારે મેં શરૂઆત કરી હતી તો એક ખાસ પ્રકારનું સિનેમા બની રહ્યું હતું. ફિલ્મ એક પ્રકારના બોક્સમાં ફિટ રહેતી, પરંતુ હવે આ બોક્સ તૂટી ચૂક્યું છે. દર્શકોને વિશ્વભરના વિવિધ કન્ટેન્ટની માહિતી આપવામાં આવી છે. વિભિન્ન વાર્તા તથા વાર્તા કહેવાની અલગ રીત માટે દર્શકો હવે તૈયાર છે. તમારી આસપાસ ટેક્નિશિયનની એક નવી જનરેશન છે. તેઓ અલગ રીતે વિચારે છે, જે ઓરિજિનલ તથા યુનિક છે. આ રોમાંચક છે કે હવે આટલી બધી સારી ફિલ્મ બની રહી છે. નાના શહેરોની વાર્તા, ગુમનામ નાયકો તથા દેશના ઈતિહાસ પર ફિલ્મ બને છે.’

પ્રોડ્યૂસર તરીકે પોતાના વિઝનને જીવંત કરવાની તક મળે છે
કુનાલે આગળ કહ્યું હતું, ‘હું આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો ત્યારથી વાર્તા લખી રહ્યો છું. તે વાર્તાઓને માત્ર એક્ટર તરીકે નહીં, પરંતુ પ્રોડ્યૂસર-ડિરેક્ટર તરીકે જીવંત કરવી ગમશે. એક એક્ટર તરીકે તમારી પાસે આમાં બહુ ઓછા નિયંત્રણ હોય છે કે તમે કઈ વાર્તા બતાવવાની તક મળે છે. તમે માત્ર તે જ પસંદ કરી શકો છો, જે તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. તમે અન્ય કોઈની દૃષ્ટિનો હિસ્સો બનો છે. જોકે, પ્રોડ્યૂસર તરીકે તમારી પાસે પોતાના વિઝનને જીવંત કરવાની તક મળે છે.’

શિવ કેશવને છ વિન્ટર ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધત્વ કર્યું હતું
એક્ટરે ભારતના સૌથી મહાન વિન્ટર ઓલિમ્પિયન તરીકે જાણીતા શિવ કેશવનની બાયોપિક બનાવવાનો નિર્ણય લીધો છે. શિવ કેશવને દેશમાં વિન્ટર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બરફ પર ભારતના સૌથી ઝડપી વ્યક્તિ કહેવાતા હતા. તેમણે સતત છ વિન્ટર ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

શિવ કેશવન શાનદાર ઍથ્લીટ છે
કુનાલ કપૂરે કહ્યું હતું, ‘શિવ કેશવન એક અદભુત ઍથ્લીટ છે. મને શિવ કેશવનની એ વાત સૌથી વધારે ગમી કે તેમણે છ વાર ઓલિમ્પિકમાં ભારતનું પ્રતનિધિત્વ કર્યું છે. ભારતની ભાવના તથા તેમની અવિશ્વસનીય બાબતમાં એક એવી પણ વાત છે, જેમાં આપણે સીમિત સંસાધનોની સાથે કંઈક મેળવવાનો પ્રયાસ કરીએ છીએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments