એક્ટર વિજય રાઝની ધરપકડ, ક્રૂ મેમ્બરની છેડતી કરી હોવાનો આક્ષેપ

0
13

એક્ટર વિજય રાઝની સોમવાર, 2 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી ‘ANI’ પ્રમાણે, વિજય રાઝ પર ક્રૂ મેમ્બરની મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ SP અતુલ કુલકર્ણીએ કહ્યું હતું કે એક્ટર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, વિજય રાઝે મધ્યપ્રદેશમાં ફિલ્મ ‘શેરની’ના સેટ પર એક મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન લીડ રોલમાં છે.

57 વર્ષીય વિજય રાઝ એક્ટર અભિષેક બચ્ચનની ફિલ્મ ‘રન’માં ‘કૌઆ બિરયાની’ સીનને કારણે ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ઉપરાંત તેણે ‘ગલી બોય’, ‘ધમાલ’, ‘વેલકમ’, ‘મુંબઈ ટૂ ગોવા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. વિજયે 1999માં ફિલ્મ ‘ભોપાલ એક્સપ્રેસ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here