આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લમાં કામ કરી ચૂકેલ એક્ટર લોકડાઉનમાં આર્થિક તંગીને કારણે રસ્તા પર ફળ વેચી રહ્યો છે

0
5

મહામારી કોરોના વાઇરસથી સામાન્ય નાગરિકો પર માનસિકની સાથે આર્થિક રીતે પણ પ્રભાવ પડી રહ્યો છે. લોકડાઉનને કારણે લોકો ઘરમાં જ છે. કામ કરવા ન જઈ શકવાને કારણે લોકો બેરોજગાર થઇ ગયા છે. ફિલ્મ્સના શૂટિંગ બંધ થવાને કારણે પણ લોકોને કામ મળતું બંધ થયું છે. સોલંકી દિવાકર ફિલ્મ્સમાં નાના મોટા રોલ કરીને પરિવારનું ગુજરાન ચાલવતા હતા. હાલ તેઓ દિલ્હીમાં ફળ વેચી રહ્યા છે.

આયુષ્માન ખુરાના સ્ટારર ડ્રીમ ગર્લ અને સુશાંત સિંહ સ્ટારર સૌનચીડિયા ફિલ્મમાં તેણે કામ કર્યું છે. 2014માં આવેલ તિતલી ફિલ્મમાં પણ તેણે કામ કર્યું છે. તેણે જણાવ્યું કે, લોકડાઉન વધ્યા બાદ મને મારા ઘરનું ભાડું ભરવામાં અને પરિવારની જરૂરિયાત સંતોષવામાં મુશ્કેલી પડી રહી હતી. રિપોર્ટ્સ મુજબ તે રોજ સવારે ઓખલા માર્કેટ જઈને ફળ ખરીદે છે અને દિવસભર દિલ્હીના રસ્તા પર વેચે છે.

દિવાકર છેલ્લા 10 વર્ષથી ફળ વેચે છે અને તેને ફિલ્મ્સમાં જે નાના મોટા રોલ મળતા તે કરતો. પરંતુ લોકડાઉનને કારણે આ કામ મળતું બંધ થઇ ગયું. 35 વર્ષીય સોલંકીનું કહેવું છે કે, વાઇરસ નહીં તો ભૂખ તેમના પરિવારનો જીવ લઇ લેશે. પત્ની અને બે બાળકોની જરૂરિયાત પૂરી કરવાની હોય છે.

રિશી કપૂર સાથે કામ 

લોકડાઉન પહેલાં તે રિશી કપૂર સાથે શર્માજી નમકીન ફિલ્મમાં કામ કરવાનો હતો. ફિલ્મમાં તે તરબૂચ વેચનારના રોલમાં હતો. રિશી કપૂર સાથે તેનો બે ત્રણ લાઈનનો ડાયલોગ પણ હતો. શૂટિંગની તારીખ બે ત્રણ વાર બદલી હતી. ત્યારબાદ લોકડાઉન થયું અને હવે રિશી કપૂર પણ અલવિદા કહીને જતા રહ્યા છે. મને દુઃખ છે કે મને તેમની સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો ન મળ્યો.

આ સિવાય દિવાકર હવે નેટફ્લિક્સ પરની ફિલ્મ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે. ફિલ્મની લીડ સ્ટારકાસ્ટમાં રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરા સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here