Home બોલીવૂડ કંગના રનૌત વિરુદ્ધ ક્રિમિનલ કેસ:એક્ટ્રેસ પર ખેડૂતોને આતંકવાદી કહી તેમનું અપમાન કરવાનો...

કંગના રનૌત વિરુદ્ધ ક્રિમિનલ કેસ:એક્ટ્રેસ પર ખેડૂતોને આતંકવાદી કહી તેમનું અપમાન કરવાનો આરોપ, કર્ણાટકની એક કોર્ટમાં કેસ દાખલ થયો

0
6

કર્ણાટકના તુમકુરની JMFC કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ ક્રિમિનલ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. તેના પર કૃષિ બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક્ટ્રેસ વિરુદ્ધ આ કેસ IPCના સેક્શન 44, 108, 153, 153 A, 504 હેઠળ ફાઈલ કરવામાં આવ્યો છે.

શું કંગનાએ ખરેખર ખેડૂતોને આતંકવાદી કહ્યા હતા?

થોડા દિવસ પહેલાં એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટે તેના સમાચારમાં દાવો કર્યો હતો કે કંગનાએ એગ્રી માર્કેટિંગ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહ્યા છે. જોકે, આ બાબતે એક્ટ્રેસે વેબસાઈટને આડે હાથ લીધી હતી. કંગનાએ તેનું ઓરિજિનલ ટ્વીટ શેર કરીને પડકાર આપ્યો કે જો કોઈ એવું સાબિત કરી દે કે તેણે ખેડૂતોને આતંકવાદી કહ્યા છે તો તે ટ્વિટર છોડવા તૈયાર છે.

કંગનાએ તેના ટ્વીટમાં ‘પપ્પુ કી ચંપુ સેના’નો ઉપયોગ કર્યો હતો. જોકે, તેણે આવું કોના માટે લખ્યું હતું, તે તો સ્પષ્ટ નથી પરંતુ ટ્વિટર યુઝર્સે એવો અંદાજ લગાવ્યો હતો કે તેણે રાહુલ ગાંધી માટે પપ્પુ શબ્દનો યુઝ કર્યો હતો.

ન્યૂઝ વેબસાઈટ પર અસત્ય ફેલાવવાનો આરોપ

કંગનાએ તેના એક અન્ય ટ્વીટમાં ન્યૂઝ વેબસાઈટ પર અસત્ય ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘જે લોકો CAA વિશે અસત્ય ફેલાવી રહ્યા હતા, જે તોફાનનું કારણ બન્યા. તે જ લોકો હવે કૃષિ બિલ વિરુદ્ધ અસત્ય ફેલાવી રહ્યા છે અને દેશમાં આતંકનું કારણ બની રહ્યા છે. તે આતંકવાદી છે. તમને એકદમ ખબર છે કે મેં શું કહ્યું હતું. પરંતુ અસત્ય ફેલાવવામાં તમને ખુશી મળે છે.’

Live Scores Powered by Cn24news