ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને રાહત મળશે? : એક્ટ્રેસ અને ભાઈ શોવિકની જામીન અરજી પર આજે સુનાવણી, જેલમાં પહેલા દિવસે દાળ- ભાત જમી, જમીન પર સૂતી

0
0

રગ્સ કેસમાં અરેસ્ટ રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થશે. તેને બુધવારે NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)ના લોકઅપમાંથી ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી. એક્ટ્રેસે જેલની બેરક નંબર 1ના લોકઅપમાં આખી રાત પસાર કરી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેરક શીના બોરા હત્યાકાંડમાં અરેસ્ટ થયેલ ઈન્દ્રાણી મુખર્જીની બેરકની ઠીક બાજુમાં છે. મંગળવારે અરેસ્ટ થયા બાદ કોર્ટે રિયાના જામીન નામંજૂર કરી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી હતી.

રિયાનો ભાયખલા જેલમાં પહેલો દિવસ આવો રહ્યો

  • સૂત્રોના જણાવ્યા મુજબ રિયાને બુધવારે આખો દિવસ જનરલ બેરકમાં રાખવામાં આવી, મોડી સાંજે બેરક નંબર 1માં શિફ્ટ કરી દેવામાં આવી.
  • પહેલો દિવસ હોવાના કારણે રિયા ચક્રવર્તીએ માત્ર જેલના કર્મચારીઓ સાથે વાત કરી અને આખી રાત તેના બેરકમાં જ રહી. સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટ્રેસ રાતે ઘણીવાર ઉઠી અને યોગ્ય રીતે ઊંઘી શકી ન હતી.
  • તે પહેલાં બુધવારે બપોર સુધી જેલના ડોક્ટરે રિયાના ટેસ્ટ કર્યા અને તેના બ્લડ પ્રેશર, શુગર લેવલ અને પલ્સ ચેક કર્યા. ચેકઅપમાં બધું નોર્મલ હતું ત્યારબાદ એક્ટ્રેસ ને આરામ કરવા માટે મોકલી દેવામાં આવી.
  • બેરકમાં એક ધાબળો, તકિયો અને સફેદ ચાદર સાથે ડેન્ટલ કિટ અને રોજ જરૂર પડતો સામાન તેને આપવામાં આવ્યો. એક્ટ્રેસે જેલના કર્મચારીઓ પાસે અમુક બુક્સ વાંચવા માટે માગી.
  • જેલમાં કોઈ બેડ નથી હોતા માટે એક્ટ્રેસ જમીન પર જ સૂતી. સાંજે 5 વાગ્યે તેને જમવા માટે દાળ, ભાત અને બે રોટલી સાથે કોળુંનું શાક પણ આપવામાં આવ્યું હતું.
  • જેલમાં ઈન્દ્રાણી મુખર્જીની સારી ઓળખ થઇ ગઈ છે, કેદી મંજુલાના મૃત્યુ પછી 2017માં ઈન્દ્રાણીના નેતૃત્ત્વમાં જેલમાં પ્રદર્શન થયું હતું. એટલે માનવામાં આવે છે કે રિયા જેલમાં આવ્યા બાદ તેઓએ રિયાને પણ મળવાનો પ્રયાસ કર્યો.

રિયા સાથે ફિલ્મ બનાવવા ઈચ્છે છે નિખિલ દ્વિવેદી

રિયાને ભલે સુશાંતના મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવતી હોય પણ એક્ટર-પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદી એક્ટ્રેસના સમર્થનમાં આગળ આવ્યા. તેણે ટ્વીટ કર્યું, ‘રિયા હું તને જાણતો તો નથી, પરંતુ એટલું જાણું છું કે જે રીતે તને દોષી દેખાડવામાં આવી રહી છે તે ખોટું છે. કોઈ દેશ આવું વર્તન નથી કરતું. જ્યારે આ બધું પૂરું થઇ જાય ત્યારે હું તારી સાથે કામ કરવા ઈચ્છું છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here