ઇન્સ્ટાગ્રામ પર છવાઈ અભિનેત્રી દીપિકા, 5 કરોડ ફોલોઅર્સ

0
15

દીપિકા પદુકોણ રણવીર સિંહ બોલીવૂડના ફેમસ પરણિત કપલ છે.આ બન્નેની જોડી સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.તાજેતરમાં દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર રણવીર સિંહનો એક ફોટો શેર કર્યો હતો.આ ફોટોમાં રણવીર બેડ પર સુતો હતો અને તેના કપાળ પર દીપિકાએ હસબન્ડ નામનું સ્ટીકર ચોટાડી દીધું હતું.આ ફોટોને શેર કરતા દીપિકાએ કેપ્શનમાં લખ્યું હતું.આ સીજન 1 નો સાતમો ફોટો છે.

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા પાંચ કરોડે પહોંચી ગઈ છે. કોરોના મહામારીને કારણે શૂટિંગ બંધ હોવાના કારણે દીપિકા મોટાભાગનો સમય ઘરે તેના પતિ રણવીર સિંઘની સાથે વિતાવે છે. તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.દીપિકાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા પાંચ કરોડે પહોંચતા સોશિયલ મીડિયામાં આ માઈલસ્ટોનની વિશેષ ઉજવણી તેના ચાહકોએ કરી હતી. દીપિકાએ આ માઈલસ્ટોન અંગે ખુશી વ્યક્ત કરતાં પ્રેમ અને સપોર્ટ બદલ તેના ચાહકોનો આભાર માન્યો હતો.

તે હવે શ્રીલંકામાં યોજાનારા શકુન બત્રાની ફિલ્મમાં શૂટિંગ કરવાની છે. જેમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુુર્વેદી તેના સહકલાકારો છે.તે તેના પતિ રણવીરની સાથે કબીર ખાનની ‘૮૩ ફિલ્મમાં જોવા મળશે. જે ભારતે ૧૯૮૩માં જીતેલા સૌપ્રથમ વિશ્વકપ પર બનેલી છે. ટ્વીટર સહિતના અન્ય સોશિયલ મીડિયામાં પણ દીપિકાના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી મોટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here