સંજય લીલા ભણસાલીની હીરામંડી ધ ડાયમંડ બજારની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મમાં કામ કરતી અભિનેત્રીની એક્ટિંગના પણ દરેક લોકો વખાણ કરી રહ્યા છે. હવે હીરામંડીમાં લજ્જોનું પાત્ર ભજવતી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ કહ્યું છે કે, તેણે સિરીઝમાં તેના ડાન્સ નંબર માટે 30 થી 40 રિટેક લેવામાં આવ્યા હતા પરંતુ, તેમ છતાં તે કરી શકી ન હતી. તે પછી રુચાએ દારૂ પીધો હતો કે, જેથી કરીને તે સીનને યોગ્ય રીતે કરી શકે.
આ ડાન્સ નંબર માટે 40 ટેક આપવામાં આવ્યા હતાએક ઈન્ટરવ્યુમાં રિચાએ જણાવ્યું કે તેણીએ તેના સોલો ડાન્સ શૂટ કરવા માટે ‘જીન’ જે એક પ્રકારનો દારૂ છે, તેનું સેવન કર્યું હતું. તેણે કહ્યું કે પહેલા દિવસે હું નશામાં ડાન્સ કરી શકતી ન હતી, તેથી 30-40 ટેક આપ્યા પછી મેં વિચાર્યું કે મારે એક ક્વાર્ટર લેવું જોઈએ, અને તે પછી જોવો શું થાય છે. એટલે તે પછી મેં થોડું જીન લીધું. રિચાએ કહ્યું કે, તેણે થોડું જ પીધું હતું, પરંતુ તે પછી બધું ખરાબ થઈ ગયું.