આમિરની વિવાદિત મુલાકાત : આમિરની તુર્કીની પ્રથમ મહિલા સાથેની મુલાકાત પર એક્ટ્રેસ ગુલકી જોશી ભડકી, બોલી- આ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે પબ્લિસિટી સ્ટંટ છે

0
0

આમિર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ બીજીવાર શરૂ કરી દીધું છે. પહેલા ફિલ્મનું શૂટિંગ લદ્દાખમાં થવાનું હતું પરંતુ હવે આ ફિલ્મનું શૂટિંગ તુર્કીમાં થઈ રહ્યું છે. તુર્કી હંમેશાં ભારત વિરોધી રહ્યું છે અને તેમાંય આમિર ખાન તુર્કીના ફર્સ્ટ લેડી એમીન આર્દોઆનને મળ્યો હતો. આ મુલાકાતનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ‘મેડમ સર’ ફૅમ એક્ટ્રેસ ગુલકી જોષીએ કહ્યું હતું કે ફિલ્મ માટે જાણી જોઈને આ પબ્લિસિટી સ્ટંટ કરવામાં આવ્યો છે.

હાલમાં જ વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં ગુલકીએ આમિર ખાન તથા એમીન અર્દોઆનની મુલાકાતનો વિરોધ કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું, મને લાગે છે કે આમિરે જે કર્યું તે માત્ર એક પબ્લિસિટી સ્ટંટ હતો. બંને દેશો વચ્ચે ઘણાં જ મતભેદો ચાલી રહ્યા છે અને આ સમયે આમિરે ત્યાં શૂટિંગ કરવાની જરૂર નહોતી. એને ત્યાં શૂટિંગ કર્યું તો પછી ત્યાંની ફર્સ્ટ લેડીની મુલાકાત લેવાની કોઈ જરૂર નહોતી.

આમિરને ખબર છે કે તે શું કરે છેઃ ગુલકી

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, મને લાગે છે કે આમિર બહુ જ સ્માર્ટ છે. તેને ખ્યાલ છે કે તે શું કરે છે. આ વખતે તેણેે પોલિટિકલ કોન્ટ્રોવર્સીથી ફિલ્મ પ્રમોટ કરવાનું નક્કી કર્યું લાગે છે અને હું આની વિરુદ્ધમાં છું.

ગુલકી જોષી હાલમાં ‘મેડમ સરઃ કુછ બાત હૈં’ શોમાં લેડી કૉમ હસીના મલિકના રોલમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ આમિર ખાન તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમીન અર્દોઆનને મળ્યો હતો. તુર્કીના પાટનગર ઈસ્તંબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન હુબેર મેન્શનમાં આ મુલાકાત યોજાઈ હતી. તુર્કીની પ્રથમ મહિલા એમીને આમિર ખાન સાથેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ સતત ભારત-પાકિસ્તાન વિવાદમાં પાકિસ્તાનનું સમર્થન કરે છે અને ભારત વિરોધી નિવેદન આપે છે. આ જ કારણે ભારત તથા તુર્કીના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here