અભિનેત્રી જેનિફર વિંગેટે ‘બીગ બોસ ૧૪’ ની કરોડો રૂપિયાની ઓફરને ઠુકરાવી

0
5

બીગ બોસ ૧૩ સીઝન શાનદાર હીટ રહી હતી. ત્યારથી બીગ બોસ ૨૦૨૦ ને સીઝન ૧૩ થી વધુ સફળ બનાવી મેકર્સ માટે પડકારરૂપ બની છે. મેકર્સ ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામને અપ્રોચ કરી રહ્યા છે જેથી શોને ટીઆરપીમાં ફાયદો મળી શકે. બીગ બોસ ફેનક્લબ પર સમાચાર છે કે, મેકર્સે સીઝન ૧૪ માટે ટીવી વર્લ્ડની મોટી અભિનેત્રી જેનિફર વિંગેટને અપ્રોચ કરી છે. પરંતુ ચાહકો માટે નિરાશાની વાત એ છે કે, જેનિફર વિંગેટે આ શો કરવાની નાં પાડી દીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જેનિફર વિંગેટને બીગ બોસ ૧૪ ની ભાગ બનાવવા માટે મેકર્સે તેમની મોટી એમાઉન્ટ ઓફર કરી હતી. જેનિફર વિંગેટને ત્રણ કરોડની ઓફર કરવામાં આવી હતી. પરંતુ જેનિફર વિંગેટે આ શો કરવાની ના પાડી દીધી હતી. આ અગાઉ ઘણી વખત મેકર્સે જેનિફર વિંગેટને શો માટે અપ્રોચ કરી હતી, પરંતુ દર વર્ષે તેને ઇનકાર કરી રહી છે.

જેનિફર વિંગેટનો એ પણ દાવો છે કે, જેનિફર વિંગેટ ભલે સલમાન ખાનના શોને નકારી દીધો હોય, પરંતુ તેના કો-સ્ટાર શિવિન નારંગ બીગ બોસ ૧૪ માં દેખાવના છે. રિપોર્ટ મુજબ, બીગ બોસ ૨૦૨૦ માટે શિવિનનું નામ કન્ફર્મ થઈ ગયું છે. છેલ્લા વર્ષે પણ શિવિનને અપ્રોચ કરવામાં આવ્યા હતા. પરંતુ બેહદ-૨ ના કારણે શિવિને આ શોને રિજેક્ટ કરી દીધો હતો. આ દિવસોમાં શિવિનની પાસે કોઈ નવો શો નથી, એવામાં બીગ બોસ ૧૪ ના ભાગ બની શકે છે. તે સંપૂર્ણપણે શોમાં આવવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે.

જેનીફર અને શિવિને શો બેહદ-૨ માં સાથે કામ કર્યું હતું. બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. બેહદ ૨ ની સમાપ્તી બાદ શિવિન ખતરો કે ખેલાડીના ભાગ બન્યા હતા.

જ્યારે જેનિફર વિંગેટની વાત કરીએ તો સીરીયલ બેહદ ૨ માં જોવા મળ્યા હતા. જેનિફર વિંગેટ વેબ સીરીઝમાં પણ સક્રિય છે. જેનિફર વિંગેટની ઘણી મોટી ફૈન ફોલોવિંગ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. જેનિફર વિંગેટનેટીવીની મોસ્ટ ટેલેન્ટેડ અને બ્યુટીફૂલ અભિનેત્રીમાં પ્રખ્યાત છે. બેહદ સીરીઝમાં જેનિફર વિંગેટનો ગ્રે શેડ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here