બ્લૂ કલરના સ્ટાઇલિસ્ટ આઉટફિટમાં એક્ટ્રેસ કરિશ્મા તન્ના કેર વર્તાવી રહી છે. એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાની સુંદરતા અને બૉલ્ડ અદાઓથી સોશ્યલ મીડિયાનો પારો હાઇ કરતી રહે છે, તેની સ્ટાઇલિશ અને કિલર તસવીરો ફેન્સના દિલો પર રાજ કરે છે. ઓપન હેર સ્ટાઇલ અને રિન્ગ ઇયરરિંગ્સમાં એક્ટ્રેસ કરિશ્મા તન્ના એકદમ કાતિલ અને દિલકશ દેખાઇ રહી છે. બૉલ્ડ અને ગ્લેમરસ આઉટફિટમાં એક્ટ્રેસ કરિશ્મા તન્નાની સુંદર તસવીરો ફેન્સને મદહોશ કરી રહી છે.
આ કિલર આઉટફિટમાં એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કરી રહી છે. એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ખુરશી પર બેસીને એકદમ જ કિલર અંદાજમાં કેટલાય હૉટ આપ્યા છે, જેને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે.એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાની ફિટનેસને લઇને ખુબ જ સજાગ રહે છે, તે સોશ્યલ મીડિયા પર પોતાની ફિટનેસના વીડિયો પણ શેર કરતી રહે છે.
કરિશ્મા તન્નાનો જન્મ એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો, પોતાની મહેનત અને અદાકારીના કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં આગવું નામ કમાયુ છે. બાળપણથી જ અભિનયની શોખીન કરિશ્મા તન્ના 17 વર્ષની ઉંમરમાં જ સુપરહિટ ટીવી શૉ ‘ક્યોકિ સાસ ભી કભી બહુ થી’માં દેખાઇ હતી. કરિશ્મા તન્ના તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબસીરીઝ ‘ગિલ્ટી માઇન્ડ્સ’માં દેખાઇ હતી, આ ઉપરાંત તે કેટલાય ટીવી શૉ અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.