એક્ટ્રેસ પાયલ ઘોષ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી શકે છે, રવિ કિશને સંસદમાં મુદ્દો ઉઠાવ્યો

0
13

એક્ટ્રેસ પાયલ ઘોષના વકીલ નિતિન સતપુતે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપની વિરુદ્ધ કેસ કરી શકે છે. ઘોષેનો આક્ષેપ છે કે ફિલ્મ પ્રોડ્યૂસર કશ્યપે તેની સાથે એકવાર છેડતીનો પ્રયાસ કર્યો હતો. ઘોષે દાવો કર્યો હતો કે કશ્યપ તેની સામે ન્યૂડ થઈ ગયો હતો અને તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

સંસદમાં પાયલ ઘોષનો મુદ્દો ઉછળ્યો

20 સપ્ટેમ્બરના રોજ રાતના એક વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી ચાલી હતી. આ દરમિયાન ગોરખપુરના સાંસદ રવિ કિશને અનુરાગ કશ્યપનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. રવિ કિશને નામ લીધા વગર અનુરાગ કશ્યપને ‘દરિંદા’ કહીને બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં આપણી દીકરીઓ દેવી દુર્ગાની જેમ પૂજનીય છે, પરંતુ બોલિવૂડમાં કેટલાક લોકો એવા પણ છે, જે નસીબ ચમકાવવાની વાત કહીને તેમની સાથે સોદાબાજી કરે છે. ભાજપ સાંસદે આ મુદ્દે કડક કાયદો બનાવવાની માગણી કરી હતી, જેથી આવું કરનારા લોકોમાં કાયદાનો ડર ઉત્પન્ન થાય. 2 દિવસ પહેલા અનુરાગ કશ્યપે સાંસદ રવિ કિશન પર ગાંજો ફૂંકવાનો આક્ષેપ મૂક્યો હતો.

એક્ટ્રેસના આક્ષેપ પર અનુરાગ કશ્યપના વકીલની સ્પષ્ટતા

અનુરાગ કશ્યપની વકીલ પ્રિયંકા ખિમાણીએ આ આક્ષેપો અંગે સત્તાવાર નિવેદન રિલીઝ કર્યું હતું. સોશિયલ મીડિયામાં આ નિવેદન શૅર કરીને આક્ષેપોને ખોટા તથા દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા. વકીલ તરફથી ફિલ્મ પ્રોડ્યૂસરને પીડિત ગણાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે #MeToo જેવા સામાજિક આંદોલનને ચરિત્ર હનન કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

પાયલ ઘોષે કયા આક્ષેપો મૂક્યા હતા?

અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટમાં કહ્યું હતું, ‘અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર ફોર્સ કર્યો. નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.’

અનુરાગે શું પ્રતિક્રિયા આપી હતી?

અનુરાગે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘શું વાત છે, આટલો સમય લીધો મને ચૂપ કરાવવાના પ્રયાસમાં. ચાલો, કંઈ નહીં. મને ચૂપ કરાવવામાં એ એટલું બધું ખોટું બોલી ગઈ કે સ્ત્રી હોવા છતાંય બીજી સ્ત્રીઓનાં પણ નામ લીધાં. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ, એટલું જ કહીશ કે જે આક્ષેપો છે એ તમામ પાયાવિહોણા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here