એક્ટ્રેસ શેફાલી શાહ ડિરેક્ટર બની, 7 લોકોની ટીમ સાથે શોર્ટ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

0
0

બે દાયકાઓથી પોતાના કરિયરમાં યાદગાર અને મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરનારી શેફાલી શાહ હવે ડિરેક્શન ફિલ્ડમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે. હાલમાં જ તેણે એક શોર્ટ ફિલ્મ બનાવીને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી દીધું છે. આ શોર્ટ ફિલ્મને તેણે જ લખી છે અને તેમાં એક્ટિંગ પણ કરી છે.

ડિરેક્ટર બનવાના નિર્ણય બાબતે શેફાલીએ ઉત્સાહ સાથે કહ્યું કે, હાલ તો ટાઇટલ વગરની આ શોર્ટ ફિલ્મની સ્ટોરી કોરોના કેસ હેન્ડલ કરનારા એક ડોક્ટરની આસપાસ ફરે છે, જ્યારે તે ખુદ એક પર્સનલ ટ્રેજેડીમાંથી પસાર થઇ રહી હોય છે. આ ફિલ્મ તેના ઘરે જ શૂટ થઇ છે.

ઘણા સમય પછી ફિલ્મનો વિચાર આવ્યો

ફિલ્મ વિશે વાત કરતા શેફાલીએ કહ્યું કે, ‘મને લખવું ઘણું ગમે છે પરંતુ આ વિષય જેના પર મેં કામ કર્યું છે, તે ઘણો પછી સામે આવ્યો છે, ખાસ કરીને આ મહામારીના સમયમાં જેમાં આપણે સૌ ફસાયા છીએ. આઇસોલેશનનો ડર દરેકને મનમાં છે અને શોર્ટ ફિલ્મ આ જ વિચારને એડ્રેસ કરવામાં આવ્યું છે.’

માત્ર 7 લોકો સાથે શૂટ કરી આખી ફિલ્મ

શેફાલીના જણાવ્યા મુજબ, ‘જ્યારે હું એક આર્ટિસ્ટ તરીકે અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી હોઉં ત્યારે હું માત્ર મારા કામ પર ફોકસ કરું છું પણ જ્યારે વાત ડિરેક્શનની આવી તો આ એકદમ અલગ ગેમ હતી. અમારી પાસે ઘણો ઓછો સમય હતો અને આને 7 લોકોની ઓછી ટીમ સાથે શૂટ કરવાનું હતું.’ અમે શોર્ટ ફિલ્મને ઓછામાં ઓછા વિવરણ સાથે એડિટ કરવાનું હતું અને મારા માટે કામ કરવાની સાચી રીત છે. સ્ક્રિપ્ટને ઘણીવાર ફરીથી લખવામાં આવી હતી. હું એક એક્ટર કરતા એક ડિરેક્ટર તરીકે વધારે કેન્દ્રિત હતી.’

અમારી ટીમને સ્ક્રિપ્ટ પર ભરોસો હતો

તેમણે કહ્યું કે, ‘એક ડિરેક્ટર તરીકે તમારી પાસ સમાધાન શોધવા સિવાય કોઈ વિકલ્પ નથી કારણકે તે તમારી નોકરીનો ભાગ છે જેને મેં વિપુલ (શાહ)થી શીખ્યું છે. મારી પાસે એક સારી ટીમ હતી જેને આ સ્ક્રિપ્ટ પર ભરોસો હતો અને જાણતી હતી કે અમે બધા કંઈક એવું બનાવવા ઇચ્છીએ છીએ જેના પર અમને ગર્વ હોય.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here