ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ફરી એકવાર ચર્ચામાં આવી છે, તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે.ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ફરી એકવાર ચર્ચામાં આવી છે, તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે. જેમાં તે હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે. ભોજપુરી અને હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગના દમ પર સિક્કો જમાવી ચૂકેલી એક્ટ્રેસ શ્વેતા તિવારીનુ ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે. તેની બૉલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર ધમાકેદાર રીતે વાયરલ થઇ રહી છે.
શ્વેતા તિવારી આજકાલ પોતાની અપકમિંગ ટીવી સીરિયલ ‘અપરાજિતા’ને લઇને લાઇમલાઇટમાં છે.ટીવી સીરિયલ અપરાજિતામાં બે દીકરીઓની માંની ભૂમિકા નિભાવી રહી છે શ્વેતા તિવારી. તાજેતરમાં જ આ શૉનો પ્રૉમો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
આ બધાની વચ્ચે શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અને સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે.પર્પલ કલરનો શૂટ પહેરીને શ્વેતા તિવારી એથનિક લૂકમાં ગજબની લાગી રહી છે.ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’ થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો.’કસૌટી જિંદગી કી’ સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી.