42 વર્ષની એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની વધતી ઉંમરની સાથે વધુ ફિટ અને સુંદર થતી જઇ રહી છે. તાજેતરમાં જ શ્વેતા તિવારીએ બ્રાલેટ ચોળીમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છશે. તેમાં તે બ્રાલેટ ચોળી અને લૉન્ગ સ્કર્ટ પહેરીને પૉઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીરો જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે ગજબની હૉટ લાગી રહી છે, અને તેને જોતાજ ફેન્સની હવાઇયો ઉડી ગઇ છે. બ્રાલેટ ચોળી અને લૉન્ગ સ્કર્ટમાં આ તસવીરોમાં શ્વેતા તિવારીએ પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર પૉસ્ટ કરી છે.
શ્વેતા તિવારીની આ તસવીરોને સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે, એક્ટ્રેસનું બૉલ્ડ ફિગર જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. શ્વેતા તિવારીએ જે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તેમાં તે બીજ કલરનું આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે. આ આઉટફિટમાં શ્વેતા તિવારીની ટૉન્ડ બૉડી અને ફિગર જોઇને લોકો તેની ઉમરને ભુલી ગયા છે. શ્વેતા તિવારીએ જે બ્રાલેટ સ્ટાઇલ ચોળી પહેરી છે, તેમાં તે ગજબની હૉટ લાગી રહી છે, આ ક્રૉપ ચોળીમાં ડીપ સ્કેઅર નેકલાઇન આપવામાં આવી હતી.
બ્રાલેટ ચોળીની સાથે શ્વેતા તિવારીની આ લૉન્ગ સ્કર્ટમાં થાઇ પૉર્શન સુધી ટાઇટ ફિટિંગ આપવામાં આવી હતી, જે તેના ફિગરને ફ્લૉન્ટ કરવાનું કામ કરી રહ્યું હતુ. શ્વેતા તિવારી પોતાના આ આઉટફિટમાં કેમેરાની સામે એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે. શ્વેતા તિવારીએ પોતાના આ લૂકને કમ્પલેટ કરવા માટે ગળામાં પેન્ડેન્ટ ચેઇન નેકલેસ અને સ્વારોવસ્કી ચોકર નેકલેસ પહેરેલું હતુ. હાથમાં મેચિંગ સ્ટેટમેન્ટ બ્રેસલેટ કેરી કર્યુ હતુ.